Gujarat Election 2022 : AAP ઉમેદવારોનું સાતમું લિસ્ટ જાહેર, કોને કોને મળી ટિકિટ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 13 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 13 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 13 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 86 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી સાતમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 28, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/mo4rqSYW7J
કોને કોને મળી ટિકિટ?
કડીથી એચ.કે. ડાભી
ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલ
વઢવાણથી હિતેશ પટેલ બજરંગ
મોરબીથી પંકજ રણસરિયા
જસદણથી તેજસ ગાજીપરા
જેતપુર(પોરબંદર)થી રોહિત ભુવા
કાલાવાડથી ડો. જીગ્નેશ સોલંકી
જામનગર રૂરલથી પ્રકાશ ડોંગા
મહેમદાબાદથી પ્રમોદભાઈ ચૌહાણ
લુણાવાડાથી નટવરસિંહ સોલંકી
સંખેડાથી રંજન તડવી
માંડવી(બારડોલી) સાયનાબેન ગામિત
મહુવા(બારોડી) કુંજન પટેલ ધોડિયા
Gujarat Election 2022: આજે કેજરીવાલ-માન બનાસકાંઠામાં ગજવશે સભા
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી આપના મુખ્યમંત્રીઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બનાસકાંઠા આવશે. કાંકરેજના થરામાં આજે બપોરે બંને મુખ્યમંત્રી સભા ગજવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
Gujarat Election 2022 : રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ભાજપની સેન્સને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં. વિજય રૂપાણી પશ્ચિમ બેઠકમાં ભાજપના વર્તમાન MLA છે. વિજય રૂપાણીનું નામ સમર્થકો દ્વારા નિરીક્ષકો સમક્ષ મુકાય તેવી શક્યતા છે.
Gujarat Election 2022 : હાર્દિક પટેલ કઈ બેઠક પરથી ભાજપમાંથી નોંધાવી શકે છે દાવેદારી?
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. બીજા દિવસે અમદાવાદ જિલ્લોની સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવાશે. નોંધનીય છે કે, વિરમગામ બેઠક કોંગ્રેસના કબ્જામાં છે.
વિરમગામમાં પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ , તેજશ્રી પટેલ દાવેદારી કરી શકે છે. હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ પણ દાવેદારી કરી શકે છે. પાટીદાર આંદોલનનો ચેહરો રહેલા વરુણ પટેલ અને ચિરાગ પટેલ પણ દાવેદારી કરી શકે છે. તેજશ્રીબેન પટેલ અને ચિરાગ પટેલ દાવેદારી કરવા પહોંચ્યા છે.
Gujarat Election 2022 : રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. બીજા દિવસે રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો હતો. કોટડા સાંગાણીના વિનુભાઈ ઠુમ્મરે કહ્યું મને ઉપર જવા દેતા નથી. હું સિનિયર અગ્રણી છું. સેન્સ પ્રક્રિયા દરમિયાન આવા પણ દ્રશ્યો જોવા મળ્યા.
જિલ્લા ભાજપ મહામંત્રી વિનુ ઠુમ્મરે કરી બોલાચાલી હતી. શહેર તેમજ ગ્રામ્યના આગેવાનો સાથે કરી બોલાચાલી . અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયા માં જવા માંગતા હતા જિલ્લા ભાજપ મહામંત્રી. સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા થઈ માથાકૂટ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
