Gujarat Election 2022 : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, અર્બુદા સેનાનું આમ આદમી પાર્ટીને સમર્થન
વિપુલ ચૌધરીની અર્બુદા સેનાએ આમ આદમી પાર્ટીને સમર્થને સમર્થન આપવાની જાહેરાત કરી દીીધી છે. 15 નવેમ્બરે માણસા તાલુકા ચરાડા ગામે મળનાર અર્બુદા સેનાની સભામાં અરવિંદ કેજરીવાલ આમંત્રણ આપી એલાન કરાશે.
Gujarat Election 2022 : વિપુલ ચૌધરીની અર્બુદા સેનાએ આમ આદમી પાર્ટીને સમર્થને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. 15 નવેમ્બરે માણસા તાલુકા ચરાડા ગામે મળનાર અર્બુદા સેનાની સભામાં અરવિંદ કેજરીવાલ આમંત્રણ આપી એલાન કરાશે. કેજરીવાલની હાજરીમાં અર્બુદા સેના અને વિપુલ ચૌધરી આપમાં જોડાશે.
વિપુલ ચૌધરી વિસનગરથી આપની ટિકીટ પર ચુંટણી લડશે. આશાબેન ઠાકોર ખેરાલુ સીટ પરથી આમ આદમી પાર્ટીની ટીકીટ પર ચુંટણી લડશે. માણસા સીટ ઉપરથી જયેશ ચૌધરી લડે તેવા સંકેત મળ્યા છે. આ તમામ માહિતી સુત્રો પાસેથી મળી છે.
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરીને આમ આદમી પાર્ટીમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
Gujarat Election 2022 : કઈ બેઠક પર ભાજપની ટિકિટ માટે ખોડલધામના લોબીંગથી રાજકારણ ગરમાયું ?
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણીનો રંગ જામવા લાગ્યો છે અને ટિકિટ માટે પડાપડી થઈ રહી છે. ત્યારે આ વખતે રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક હાઇ પ્રોફાઇલ બની છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામે લોબીંગ શરૂ કર્યું. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે.
ગઇકાલે નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ફરી ભાજપના મવડી મંડળની મુલાકાત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ખાસ ચાર્ટડ પ્લેનમાં તાત્કાલિક મુલાકાત કરવા જતા રાજકારણ ગરમાયું. આ બેઠક પર ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા પણ લોબીંગ કરી રહ્યા છે. તો હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ કરી છે. ખોડલધામના લોબીંગથી રાજકારણ ગરમાયું છે.
Gujarat Election 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ, જોડાયા ભાજપમાં
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી પણ હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. તેમજ તેમણે કેસરિયો પણ ધારણ કરી લીધો છે.
કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપના નેતા ભરત ડાંગર, યજ્ઞેશ દવે, જયરાજસિંહ પરમાર અને જૂબીન આસરાએ આવકાર્યા. ભાજપમાં જોડાયા બાદ હિમાંશુ વ્યાસનું નિવેદન, રાજકારણી હોવા છતાં સુષુપ્ત અવસ્થામાં હતો. મેં વિદ્યાર્થીકાળથી રાજકારણ કર્યું છે. હાઈકમાંડના નેતાઓએ અમુક ઓપરેટરોએ ઘેરી લીધા છે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ફેલ થયું છે. અંતર આત્માનો અવાજ સાંભળી ગતિશીલ પક્ષમાં જોડાયો છું. મેં ભાજપના મહત્વના નેતાઓ સાથે વાત કરી હતી. નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ મને આશીર્વાદ આપ્યા છે. હું સંગઠનનો માણસ છું, ઇલેક્શન પોલિટિક્સ માટે નથી આવ્યો. મને પક્ષ જે જવાબદારી સોંપશે તે નીભાવિશ.
નોંધનીય છે કે, હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે.