શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે 15 પ્રવક્તાઓની કરી જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન

વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. પ્રત્યેક પાર્ટીઓ મેદાનમાં આવી ગઈ છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે 15 પ્રવક્તાઓની જાહેરાત કરી દીધી છે.  

વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. પ્રત્યેક પાર્ટીઓ મેદાનમાં આવી ગઈ છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે 15 પ્રવક્તાઓની જાહેરાત કરી દીધી છે.  આ અંગે વિગતે વાત કરીએ તો, ગુજરાત કોંગ્રેસના મીડિયા વિભાગના કન્વિનર અને પ્રવક્તાની નિમણૂક કરી છે.  ડો. મનીષ દોશી મીડિયા વિભાગના કન્વિનર અને હેમાંગ રાવલ કો કન્વિનર બનાવવામાં આવ્યા છે.  આ ઉપરાંત 15 પ્રવક્તાની પણ નિમણૂક કરવામાં આવી છે. ડો. મનીષ દોશી, હેમાંગ રાવલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, મનહર પટેલ, નૈષદ દેસાઈ, ડો. હિમાંશુ પટેલ, નરેન્દ્ર રાવત, ગીતા પટેલ, નીદિત બારોટ, પાર્થિવરાજસિંહ કથવડીયા, ડો. અમિત નાયક, પ્રગતિ આહીર, હિરેન બેંકર અને રત્ના વોરા પ્રવકતા બનાવવામાં આવ્યા છે.

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે

મોરબીમાં બનેલી ગોજારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના રાજભવન ખાતે પીએમ મોદીએ મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સ્થળ પર ચાલી રહેલા બચાવ કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. પીએમએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળે.

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે

આ ઉપરાંત દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકો આવતીકાલે શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.

સીએમ કર્યું ટ્વીટ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની  શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું.

 નીતિન પટેલનો ધડાકો

મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે. નીતિન પટેલે સ્વીકાર્યું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે. નીતિન પટેલે વાતચીતમાં કહ્યું કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget