Gujarat Election 2022 : ગુજરાતમાં ટિકિટ ન મળતા ભાજપના દિગ્ગજ નેતાનું રાજીનામું, ચૂંટણી લડવાની કરી જાહેરાત
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. 32 વર્ષ ભાજપ સાથે ગાળ્યા. આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી. જિલ્લાની પરિસ્થિતિ સારી નથી.
Gujarat Election 2022 : ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. 32 વર્ષ ભાજપ સાથે ગાળ્યા. આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી. જિલ્લાની પરિસ્થિતિ સારી નથી. દર વખતે કાર્યકરોની અવગણના થાય. ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી. પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે.
તેમણે કહ્યું કે, નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલનું કાર્ય સારું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ દ્વારા જિલ્લાનું વાતાવરણ બગડ્યું. આજે હું કાર્યકરો સાથે નક્કી કરીશ. હું ચૂંટણી લડીશ તેમાં બે મત નથી. રાજકારણમાં રહીને લોકોના કામ કરીશ. રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.
તેમણે કહ્યું કે, સિદ્ધપુરમાં મારું મકાન, દુકાન કે ઓફિસ કશું જ નથી. હું 11માં ધોરણ સુધી સિદ્ધપુર રહ્યો છું, મારે સિદ્ધપુરનું ઋણ ઉતારવું છે. રાજકારણ માટે મારી પાસે બે વિકલ્પ છે. કોંગ્રેસ અથવા આપમાં જોડાઇશ. મેં અગાઉ પણ રાજીનામું આપ્યું હતું, સી આર પાટિલે મને ત્યારે સમજાવ્યો હતો. 5 જેટલા લોકો સંગઠન પર હાવી થઈ ગયા છે. રાજીનામા અંગે મેં પાટીલને જાણ કરી હતી.
Gujarat Election 2022: ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉંગ્રેસમાં કરી ઘરવાપસી
Gujarat Election 2022: ચૂંટણી પહેલા જ રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP ગુજરાત અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળયો છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP ને મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો છે.
બપોરે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા હતા. સાંજે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દિલ્હી પહોંચ્યા અને પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કૉંગ્રેસમાં જોડાતા જ આમ આદમી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ અને કહ્યું, ભાજપને હરાવવા ફરી કૉંગ્રેસમાં આવ્યો છું.