Gujarat Election : વિધાનસભાની ચૂંટણી માટે આપની વધુ એક યાદી જાહેર, જુઓ કોના કોના નામની કરી જાહેરાત
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ યાદી જાહેર કરી હતી.
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ યાદી જાહેર કરી હતી. આજે વધુ 12 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ચોથી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 6, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/WGjQuXLWVv
ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે, અગાઉ જાહેર કરેલા તેમના ઉમેદવારોને તેમના મત વિસ્તારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હિંમતનગરથી નિર્મળસિંહના નામની જાહેરાત. ગાંધીનગર દક્ષિણથી દોલત પટેલને ટિકિટ આપવામાં આવી છે. સાણંદમાં કુલદીપસિંહ વાઘેલાને આપે આપી ટિકિટ. વટવામાં બિપિન પટેલને ટિકિટ આપી. અમરાઇવાડીમાંથી ભરતભાઈ પટેલને ટિકિટ આપી છે. કેશોદમાં રામજીભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી. ઠાસરામાં નટવરસિંહ રાઠોડને ટિકિટ આપી છે. શહેરમાં તખ્તસિંહ સોલંકીને ટિકિટ આપી છે. કાલોલ બેઠક દિનેશભાઈ બારૈયાને ટિકિટ આપી છે.
કોને કોને મળી ટિકિટ?
હિંમતનગરથી નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
સાણંદ- કુલદીપ વાઘેલા
વટવા- બિપીન પટેલ
અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
કેશોદ- રામજીભાઈ ચુડાસમા
ઠાસરા- નટવરસિંહ રાઠોડ
શેહરા- તખ્તસિંગ સોલંકી
કાલોલ (પંચમહાલ) દિનેશ બારીયા
ગરબાડા - શૈલેશ કનુભાઈ ભાભોર
લીબાયત- પંકજ તાયડે
ગણદેવી- પંકજ પટેલ
Gujarat Election : કોંગ્રેસની પહેલી યાદીમાં હશે 50થી વધુ ઉમેદવારો, જાણો સંપૂર્ણ વિગત
Guajrat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની જાહેરાતને પગલે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરશે. દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરશે.
પહેલી યાદીમાં 50થી વધુ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થશે. બીજી યાદી દિવાળી બાદ , અને ત્રીજી અને ચોથી યાદી ચૂંટણી જાહેરાત બાદ જાહેર થશે. ઉમેદવાર પસંદગીમાં ચાર કેટેગરી નક્કી કરાઇ . વર્તમાન ધારાસભ્ય મોટા ભાગના રિપીટ કરાશે. બેથી ચાર સિટીંગ ધારાસભ્ય બેઠક બદલે તેવી શક્યતા છે.
મિશન 2022 માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. આજે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદીને આપશે આખરી ઓપ અપાશે. 15 ઓક્ટોબર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારો જાહેર થઈ શકે છે. સિંગલ નામો અને બે દાવેદારોવાળી બેઠક ઉપર મંથન થયું છે. બે દિવસના અંતે ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપશે.