શોધખોળ કરો

MoU: રાજ્યના આ શહેરમાં 22 હજાર કરોડના ખર્ચે સ્થપાશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, 20 હજાર લોકોને મળશે રોજગારી

અમદાવાદ: અમેરીકન સેમિકન્ડક્ટર માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે એમ.ઓ.યુ થયા છે. સેમિકન્ડક્ટર મેમરી ચિપ તૈયાર કરવા તથા ટેસ્ટીંગ,પેકેજીંગ અને માર્કઅપ માટે એમઓયુ કરવામાં આવ્યા છે.

અમદાવાદ: અમેરીકન સેમિકન્ડક્ટર માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે એમ.ઓ.યુ થયા છે. સેમિકન્ડક્ટર મેમરી ચિપ તૈયાર કરવા તથા ટેસ્ટીંગ,પેકેજીંગ અને માર્કઅપ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના સાણંદ ખાતે સ્થાપવામા આવશે. જેમાં 22,500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ બાદ 5 હજાર સીધી અને 15 હજાર આડકતરી નોકરીઓ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. 18 મહિનામાં પ્લાન્ટ સાણંદમા સ્થાપવામાં આવશે.
 
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી પ્રતિક્રિયા
 
સેમી કંડકટર પ્લાન્ટના એમ.ઓ.યુ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સેમી કન્ડક્ટર પ્લાન ભારતમાં લાવવા અંગે વર્ષોથી પ્રયાસ થઇ રહ્યા હતા. સૌ પ્રથમ 1980માં ભારતમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટ લાવવા પ્રયાસ થયો હતો.  1990 અને 2005માં પણ સેમી કન્ડક્ટર પ્લાન્ટ ભારતમાં લાવવા પ્રયાસો થયા હતા.  અંતે 2023માં સેમી કન્ડક્ટર પ્લાન્ટ ભારતમાં આવ્યો.
 
સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા
 
સીએમ ભૂપેન્દ્ર પટેલે  આ અંગે કહ્યું કે, વડાપ્રધાનની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી,ટેસ્ટ,માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી.વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. 
 
મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા. રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને ૧પ હજાર પરોક્ષ મળી કુલ ર૦ હજાર રોજગારીનું સર્જન થશે. 
 
ગુજરાત સરકાર અને માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે થયેલા આ MoU દેશ માટે સિમાચિન્હ રૂપ ક્ષણ છે. આ ક્ષેત્રને અનુરૂપ રો-મટિરિયલ અને ફિનીશ્ડ પ્રોડક્ટસ માટેના આનુષાંગિક ઉદ્યોગો પણ ગુજરાતમાં આકર્ષિત થતાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ મળશે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશને રાજ્યમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા સાથેની ૪પ,૦૦૦ હેક્ટર જમીન ડેવલપ કરી છે.  માઇક્રોને પોતાની નવી ATMP ફેસિલિટી માટે સાણંદ GIDC-II ને પસંદ કરી છે. સાણંદ GIDC હાઇલી ઇન્ડસ્ટ્રીયલાઇઝડ ઝોન છે, અહીં અનેક નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. આ અવસરે GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાએ માઇક્રોનને ૯૩ એકર જમીનની ફાળવણી માટેનો ઓફર કમ એલોટમેન્ટ (OCA) લેટર હેન્ડ ઓવર કર્યો હતો. 
 
માઇક્રોન કંપની સાણંદ GIDC એસ્ટેટની અંદર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની સ્થાપના કરશે, કંપની આ ફેસિલિટી ખાતે સેમિકન્ડક્ટર વેફરને બોલ ગ્રીડ એરે (BGA) ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજીસ, મેમરી મોડ્યુલ્સ સોલિડ-સ્ટેટ ડ્રાઈવ્ઝમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. લીડરશીપ ઈન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન (LEED)ના ગોલ્ડ સ્ટાન્ડર્ડને અનુરૂપ અથવા તેથીએ ઉત્કૃષ્ટ એસેમ્બલી અને ટેસ્ટીંગ ફેસીલીટીની સ્થાપના કરવા માટે માઇક્રોન કંપની પ્રતિબદ્ધ છે. ઉપરાંત આ ફેસિલિટી ખાતે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) થાય તે માટેની એડવાન્સ વોટર સેવિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.સાણંદ ખાતેનો આ પ્લાન્ટ દેશની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં કાર્યરત અન્ય ઇન્ડસ્ટ્રીઝને  ગુજરાતમાં આકર્ષિત કરશે. માત્ર એટલું જ નહીં, ગ્લોબલ સેમિકન્ડક્ટર જાયન્ટ્સ- વેશ્વિક મોટા ઉદ્યોગ ગૃહોને પણ ગુજરાતમાં પોતાની હાઇટેક મેન્યુફેક્ચરીંગ ફેસીલીટી સ્થાપવા માટે પ્રેરણા આપશે. 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
General Knowledge: ભારતમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, રાજ્યનું નામ સાંભળીને ચોંકી જશો
General Knowledge: ભારતમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, રાજ્યનું નામ સાંભળીને ચોંકી જશો
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ
ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ
Embed widget