શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલ સામે વિજય રૂપાણી સરકારે કોર્ટમાં શું કરી એફિડેવિટ ? હાર્દિકની કઈ માગણીનો કર્યો જોરદાર વિરોધ ?
હાર્દિક જામીનની શરતોનો વારંવાર ભંગ કરે છે, તેથી જામીનની શરતોમાં ફેરફાર કરવાની અરજી નામંજૂર કરવી જોઇએ.
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા પર પ્રતિબંધમાં છૂટછાટ માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જો કે હાર્દિકને આ પ્રકારની મંજૂરી ન આપવા રાજ્ય સરકારે મંગળવારે સેશન્સ કોર્ટમાં સોગંદનામું કર્યું હતું. રૂપાણી સરકારે રજૂઆત કરી હતી કે, હાર્દિક જામીનની શરતોનો વારંવાર ભંગ કરે છે, તેથી જામીનની શરતોમાં ફેરફાર કરવાની અરજી નામંજૂર કરવી જોઇએ. આ અરજી અંગે આજે એટલે કે 29 જુલાઈએ ચુકાદો આપવામાં આવશે.
જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં 2015માં પાટીદાર અનામત આંદોલન માટેની રેલીમાં કરેલાં ઉચ્ચારણો માટે હાર્દિક પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન આપતી વખતે કોર્ટે શરત રાખી હતી કે, હાર્દિક ટ્રાયલ કોર્ટની પરવાનગી વિના ગુજરાતની હદ છોડી શકશે નહીં. આ શરત રદ કરવા માટે હાર્દિકે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.
આ અરજીના વિરોધમાં પોલીસ તરફથી સેશન્સ જજ બી.જે. ગણાત્રા સમક્ષ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આ કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થયું હતું અને ત્યારબાદ કોર્ટમાંથી ફરી જામીન મળ્યા હતા. અન્ય કેસમાં પણ તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થયા છે તેથી જામીનની શરત રદ કરવાની અરજી મંજૂર ન કરવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement