શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્કૂલ ફી મુદ્દે હાઈકોર્ટનો હુકમઃ ટ્યુશન ફી સિવાય કોઇપણ જાતની ફી ખાનગી શાળાઓ માંગે નહીં
રાજ્ય સરકાર અને ખાનગી શાળા સંચાલકોને હાઈકોર્ટે કરી ટકોર છે કે, બાળકોના ભવિષ્યની ચિંતા કરવી એ શાળા સંચાલકો અને સરકાર બંનેની જવાબદારી છે.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી મુદ્દે મહત્વનો હુકમ કર્યો છે. ટ્યુશન ફી સિવાયની કોઈપણ જાતની ફી ખાનગી શાળાઓ માંગે નહીં, તેઓ હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે સરળ હપ્તાથી ભરી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી મહામારી ના કારણે આ અસર પામેલા પરિવારના વાલીને રાહત મળી શકે, તેમ પણ હાઈકોર્ટે જણાવ્યું છે.
રાજ્ય સરકાર અને ખાનગી શાળા સંચાલકોને હાઈકોર્ટે કરી ટકોર છે કે, બાળકોના ભવિષ્યની ચિંતા કરવી એ શાળા સંચાલકો અને સરકાર બંનેની જવાબદારી છે. શાળાઓમાં શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ ફી મુદ્દે હાઈકોર્ટે આ હુકમ કર્યો છે. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે સરકારના ખાનગી સ્કૂલોને ફી નહીં ઉઘરાવવાના ઠરાવને રદ્દ કરી દીધો હતો.
આજે સ્કૂલ ફી મુદ્દે 48 પાનાનો હાઈકોર્ટનો હુકમ કર્યો છે. પાંચ પેજ ભરીને કોર્ટે ડાયરેક્શન આપ્યા છે. આ ડાયરેક્શનમાં શાળા સંચાલકો અને સરકાર ફરી બેસે. ખુલ્લા હૃદયે અને મને ચર્ચા કરી નવેસરથી નિર્ણય લે, તે પ્રકારના પણ કોર્ટે આદેશ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion