હેડ ક્લાર્કનું પેપર જ્યાં છપાયુ હતું તે સૂર્યા ઓફસેટના માલિકને હાઇકોર્ટે શું આપી રાહત?
રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતુ જેના લઈ રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો.
અમદાવાદઃ હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના વિવાદ મુદ્દે સુર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. 17 જાન્યુઆરી સુધી મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી છે. મુદ્રેશ પુરોહિતે કરેલી આગોતરા જામીનની અરજીને લઈને હાઈકોર્ટે ઈન્વેસ્ટિગેટિંગ એંજસીને નોટિસ જાહેર કરી છે અને તપાસમાં સહકાર આપવા બદલ ખાસ કિસ્સો ગણીને કોર્ટે વચગાળાની રાહત આપી હતી. મીડિયા પ્રેશરના કારણે ધરપકડ થવાની હાઇકોર્ટ સમક્ષ મુદ્રેશ પુરોહિત તરફથી રજૂઆત થઈ હતી.
રાજ્યમાં આ પહેલા હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતુ જેના લઈ રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અસિત વોરાને હટાવવા માંગ કરવામાં આવી રહી છે.
હેડ ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ વધુ તેજ બની છે. અસિત વોરાના રાજીનામાની પરીક્ષાર્થીઓ બાદ રાજકીય પક્ષોએ પણ તેમના રાજીનામાની માંગ કરી છે. તે સિવાય અસિત વોરાનું રાજીનામુ લેવા માટે સોશલ મીડિયામાં પણ માંગ ઉઠી છે. સોશલ મીડિયામાં અસિત વોરા સામે વોર શરૂ થયું છે. સોશિયલ મીડિયા પર #Resign_AsitVora ટ્રેંડ શરૂ થયો હતો. abp અસ્મિતા સાથેની વાતચીતમાં અસિત વોરાએ રાજીનામું ન આપવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે બધુ જ બરાબર છે અને હું મારી ઓફિસમાં કામ કરતો રહીશ. મને કોઈ પ્રકારની સમસ્યા નથી.
Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 100ને પાર
મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?
કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર