શોધખોળ કરો
ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ થઈ સક્રીય, જાણો કઈ કઈ તારીખે પડી શકે છે વરસાદ?
રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જેને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. તેમજ આ વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો માટે વધુ એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જેને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. તેમજ આ વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
આગામી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતી છે. અગાઉ પણ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેલીવિઝન
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement