શોધખોળ કરો
Advertisement
લોકડાઉનનો અમલ કરવા પોતાના નામે ફરતા થયેલા મેસેજ અંગે રૂપાણી સરકારના મંત્રીએ શું કહ્યું? જાણો વિગત
આજ રોજ સોશિયલ મીડિયામાં દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થાય તેવા મેસેજો વાયરલ કરવામાં આવ્યાં છે. જે તદન ખોટા છે. જેમને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી (કુમાર) નકારીકાઢ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે ફરી એકવાર આરોગ્યમંત્રી કુમાર કાનાણીના નામે એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજમાં સોસાટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અપીલ કરવામાં આવી છે. આ અંગે રૂપાણી સરકારના મંત્રી કુમાર કાનાણીએ સ્પષ્ટતા કરી છે.
તેમણે ખુલાસો કર્યો છે કે, આજ રોજ સોશિયલ મીડિયામાં દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થાય તેવા મેસેજો વાયરલ કરવામાં આવ્યાં છે. જે તદન ખોટા છે. જેમને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી (કુમાર) નકારીકાઢ્યા છે. કોરોનાનાં કેસો વધતા સોશિયલ મીડિયા પર સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, આગેવાનોને સંબોધીને એક મેસેઝ ફરતો થયો છે. આરોગ્યમંત્રી કિશોર કાનાણીના નામે ફરી રહેલા આ મેસેજમાં સોસાયટીને જવાબદારોને સ્વેચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી છે.
ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો નિયમોનું પાલન નહીં કરીએ તો પરિસ્થિતિ બગડી શકે છે. જો કે આ લોકડાઉનના સમયમાં ફરતો થયો હતો. તેને મોબાઇલ યુઝર્સ ફરી ફોરવર્ડ કરી રહ્યા છે. સરકાર તરફથી સોસાયટીનાં ચેરમેન સેક્રેટરીને આવો કોઇ મેસેજ અપાયો નથી.
કુમાર કાનાણીના નામે વાયરલ થયેલા આ મેસેજમાં જણાવાયું છે કે, દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇને આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ તમામ સોસાયટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અંગે અપીલ કરી છે.
નોંધનીય છે કે, અગાઉ જુલાઇ મહિનામાં પણ આ પ્રકારનો મેસેજ કુમાર કાનાણીના નામે ફરતો થયો હતો. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો મેસેજ ફરતો થતાં ચર્ચા જાગી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement