શોધખોળ કરો

Gujarat Monsoon: ગુજરાતમાં ક્યારથી થશે મેઘમહેર ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતમાં જન્માષ્ટમી બાદ મેઘરાજાનું પુનરાગમન થાય તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 1-2 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

અમદાવાદઃ હવામાન વિભાગે ચોમાસાની શરૂઆત પહેલા કરેલી સામાન્ય ચોમાસાની આગાહી હાલ ખોટી પડતી જણાય છે. ચોમાસું શરૂ થયાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ દરમિયાન ગુજરાતમાં જન્માષ્ટમી બાદ મેઘરાજાનું પુનરાગમન થાય તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 1-2 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 1 સપ્ટેમ્બરના દાહોદ-છોટા ઉદેપુર-વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલીમાં જ્યારે 2 સપ્ટેમ્બરના વલસાડ-નવસારી-ડાંગ-તાપી-દમણ-અમરેલી-ગીર સોમનાથ-દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 36 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો થયો હતો.

આગામી 1 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદમાં હાલ વરસાદની 60% ઘટ છે. સમગ્ર રાજ્યમાં જૂનમાં 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 ઈંચ જ્યારે  ઓગસ્ટમાં હજુ સુધી માત્ર 2.12 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ઓણસાલ વરસાદ ખેંચાઈ જતાં આગામી વર્ષ દરમિયાન પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંચાઈ માટે પાણી ફાળવવા પર બ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર ેસિંચાઈ માટે પાણી આપવા પર બ્રેક લગાવીને પીવા માટે પૂરતું પાણી રહે તે માટે તેનો સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સરેરાશ માંડ 42 ટકાની આસપાસ જ વરસાદ પડયો છે. ગયા વર્ષની તુલનાએ સરેરાશ 21 ઇંચ ઓછો વરસાદ પડયો છે. તેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની સંભાવના નિર્માણ થઈ છે. તેથી સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન તો કર્યું હતું,

પરંતુ ફરી એકવાર વરસાદ ખેંચાઈ જતાં સરકારે સિંચાઈના પાણીના પુરવઠા પર પણ બ્રેક લગાવી છે. સરકારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે હાલના સંજોગોમાં સિંચાઈ માટે પાણી છોડી શકાશે જ નહિ. અત્યારે નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાનું ચાલુ જ છે. પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા પહેલા કરવી જરૂરી છે. તેથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

જોકે સરકારે પણ વરસાદ આવવાની આશાનો દોર પકડી રાખ્યો છે. પીવાનો પાણીનો પૂરતો જથ્થો જમા થઈ ગયા પછી જ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે, એમ સરકારનું કહેવું છે. કૃષિ મંત્રી આર.સી. ફળદુનું કહેવું છે કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 15 દિવસથી પાણી છોડી રહ્યા છીએ. પીવાનું પાણી રિઝર્વ રાખને પચી ખેડૂતોને ાણીનો પુરવઠો આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget