શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર આવ્યા માઠા સમાચાર, હવામાન વિભાગે શું કહ્યું?

હાલ ભારે વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદ્દભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઈ સંભાવના નહિ. રાજ્યમાં હજી પણ 46 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી હવાનું હળવું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે.

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ મામલે વધું એકવાર નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ ની કોઈ સંભાવના નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 24 કલાક દરમ્યાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા આવી શકે છે. હાલ ભારે વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદ્દભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઈ સંભાવના નહિ. રાજ્યમાં હજી પણ 46 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી હવાનું હળવું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે.

ગુજરાત સરકારે ઓબીસીમાં નવી જ્ઞાતિઓના સમાવેશ મુદ્દે લીધો શું મોટો નિર્ણય ?

અમદાવાદ : કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદીમાં નવી જ્ઞાતિઓનો સમાવેશ કરવા અંગેની સત્તા રાજ્ય સરકારોને આપતું આ બિલ પાસ થઈ જતાં હવે ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા મળી ગઈ છે. તેના પગલે ગુજરાત સરકારની ઓબીસીમાં કઈ કઈ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે નિર્ણય લેવા ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક પંચની રચના કરશે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર ટૂંકમાં જ એક પંચ નિમશે કે જે ગુજરાતમાં કઇ જ્ઞાાતિનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે તે અંગે નિર્ણય લેશે. જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ આ વાતને સમર્થન આપ્યું છે.

ગુજરાતમાં અત્યારે ઓબીસીમાં 146 જ્ઞાતિનો સમાવેશ કરાયો છે. આ સિવાય બીજી કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો તેનો નિર્ણય આ પંચ લેશે. ગુજરાતમાં કઇ જ્ઞાતિ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત છે તે અંગે રાજ્ય સરકારના આદેશ બાદ આ પંચ દ્વારા અભ્યાસ કરાશે. જે જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવાની ભલામણ કરાઈ હશે તે જ્ઞાાતિ વાસ્તવિક રીતે પછાત છે તેવુ સાબિત થયા બાદ તેનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે.

રાજ્ય સરકાર માટે આ મુદ્દો માથાનો દુઃખાવો બની શકે છે. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી વખતે જ આ સળગતો મુદ્દો ભાજપ સરકારને રાજકીય રીતે દઝાડી શકે છે. એક બાજુ, પાટીદારો  ઓબીસીમાં સમાવવા તલપાપડ બન્યા છે તો બીજી બાજુ, ઓબીસી જ્ઞાાતિઓ વિરોધ કરવાની તૈયારીમાં છે. આ જોતાં ભાજપ સરકાર માટે પાટીદારોને સાચવવામાં કયાંક ઓબીસી જ્ઞાતિ નારાજ ન થાય તેની ભિતી સરકારને સતાવી રહી છે.

ગુજરાતમાં પાટીદાર સહિતની જ્ઞાતિઓ ઓબીસી અનામતની માગણી કરી રહી છે પણ પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન છે. હવે અન્ય જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવી પણ સરકાર માટે પડકારરૂપ બનશે. અન્ય જ્ઞાતિઓનો સમાવેશ કરાશે તો ભાજપ સરકારને ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓની નારાજગી વ્હોરવી પડે તેમ છે. તેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મુકસાન થઈ શકે છે. હાલમાં રાજ્યમાં 146 જ્ઞાતિનાં એટલે કુલ વસતીના 48 ટકા લોકો ઓબીસીનો દરજ્જો ધરાવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget