શોધખોળ કરો

માત્ર એક ક્લિક અને મદદ તૈયાર! ગુજરાત પોલીસે શરુ કરી આ અનોખી પહેલ

ગાંધીનગર:  ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો તા.1લી માર્ચ-2025થી આરંભ કર્યો છે.

ગાંધીનગર:  ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો તા.1લી માર્ચ-2025થી આરંભ કર્યો છે.આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. ત્રણ મહિનામાં મળેલી ૩૩૫ રજૂઆતો-પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. 

આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.

GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે?

GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ ૨૪*૭ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે. 

ત્યાર બાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે.

આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે. રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે.

ત્રણ મહિનામાં ૩૧૦થી વધુ સમસ્યાઓનો સકારાત્મક નિકાલ

GP-SMASH પહેલનો અમલ માર્ચ-૨૦૨૫થી કરવામાં આવ્યો છે. ૩૧મી મે સુધી એટલે કે છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે ૩૩૫ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી છે. નોંધનીય છે કે તેમાંના મોટા ભાગના પ્રશ્નો એટલે કે ૩૧૦થી વધુ પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે, જે જનસંવાદ માટે એક મોટી સફળતા છે.

GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાથી ગુજરાત પોલીસ સતત પોતાની સાથે હોવાનો સુરક્ષિત અહેસાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પરના પ્રશ્નો હવે માત્ર 'ટ્રેન્ડ' નહીં રહી, તાત્કાલિક જવાબદારો સામે પગલા લેવાય છે. પરિણામે, નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની અનુભૂતિમાં નોંધપાત્ર વધારો થયો છે. GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.

જાગૃત નાગરીકની એક પોસ્ટને કારણે નશાખોરને પકડી લેવાયો

તાજેતરમાં જ એક જાગૃત નાગરિક સુશીલકુમાર તિવારીએ x (ટ્વીટ) મારફતે પોસ્ટ મૂકીને ગુજરાત પોલીસ ટેગ કરી એક ફરિયાદ કરી. જેમાં ચાલુ ટ્રેનમાં એક નશાખોર વ્યક્તિ દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત પોલીસની આ GP SMASH ટીમે ત્વરિત રિસ્પોન્સ કરી વેસ્ટર્ન રેલવે વડોદરા (જીપી) અને સુરત સીપીને ટેગ કરી તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો. પરિણામે, ટ્રેન સુરત પહોંચે તે પહેલાં ભરૂચથી જ નશાખોરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરિયાદીએ ગુજરાત પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રશંસા કરી અને સકારાત્મક ફિડબેક પણ આપ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Embed widget