શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફ કરવાના મુદ્દે હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?
ગઈ કાલે 25 ટકાની ફી માફીના પ્રસ્તાવની તરફેણમાં વાલીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. વાલીઓની રજૂઆત છે કે મહામારી અને લોકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે, તેથી તેમને ફીમાં 25 ટકાની રાહત મળવી જોઇએ.
અમદાવાદઃ ખાનગી શાળાઓની ફી માફ કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણી 18મી સપ્ટેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે. ગઈ કાલે 25 ટકાની ફી માફીના પ્રસ્તાવની તરફેણમાં વાલીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. વાલીઓની રજૂઆત છે કે મહામારી અને લોકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે, તેથી તેમને ફીમાં 25 ટકાની રાહત મળવી જોઇએ. હવે વાલીઓ આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરતાં હાઇકોર્ટમાં ફી અંગે યોજાનારી સુનાનણી ટળી હતી. હવે 18મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી થશે.
આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવા વાલીઓએ રજૂઆત કરી હતી કે સુરતની આશરે 20 શાળાઓએ ફીમા 25 ટકાનો ઘટાડો કર્યો છે. કોરોના મહામારીમાં મોટાભાગના વાલીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. હાલ શાળાઓ સામાન્ય દિવસો કરતા ઓછા ખર્ચમાં તેમનો નિભાવ કરી રહી છે, તેથી તેમણે ફીમાં પણ ઘટાડો કરવો જોઇએ, તેવી રજૂઆત કરી હતી.
આ કેસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મહત્વના હિતધારકો છે અને કેસના નિર્ણયની સૌથી વધુ અસર તેમના પર થવાની છે. જેથી વાલીઓએ ગઈ કાલે પિટિશન ફાઇલ કરી હતી, પરંતુ ફી મુદ્દે હાઇકોર્ટની સુનાવણી મુલતવી રહી હતી અને આગામી સુનાવણી 18મી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.
સરકારે હાઇકોર્ટમાં પિટિશન દ્વારા રજૂઆત કરી છે કે કોર્ટના આદેશાનુસાર તેમણે ખાનગી શાળાઓના સંચાલકો સાથે બેઠક કરી હતી. તેમજ તમામ પક્ષોનું હિત સચવાય તે રીતે ફીમાં ઘટાડો કરવાની દરખાસ્ત કરી હતી. જોકે, સંચાલકો સાથેની આ બેઠક અનિર્ણાયક રહી હતી. જેથી ફી મુદ્દે હાઇકોર્ટ કોઇ આદેશ આપે તે જરૂરી છે. આ સોગંધનાના જવાબમાં સ્કૂલોએ સોગંદનામા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે ફીમાં ઘટાડો કરવો શક્ય નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion