શોધખોળ કરો

Gujarat Rain: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં શરુ થયો વરસાદ

Gujarat Rain Update:  હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કેટલાક વિલ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

Gujarat Rain Update:  હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કેટલાક વિલ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વરસાદનું આગમન થયું છે. જેતપુર પંથકમા ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાં રાહત મળી છે. ધીમી ધારે જેતપુર પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનુ આગમન

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો

જેસર તાલુકા પથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. બપોર બાદ વરસાદી વાતાવરણ બધાતા મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રાજપરા, રાણપડા, રાણીગામ, ચીરોડ સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠામાં શરુ થયો વરસાદ

હિંમતનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરુ થયો છે. હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગરના પોસ્ટઓફિસ, ટાવરચોક, મોતીપુરા, સહકારીજીન વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદને લઈ ગરમીમાં આંશિક રાહત મળી છે.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો

ડાંગના મુખ્યમથક આહવા તાલુકામાં વરસાદ  શરૂ થયો છે. આહવા સહિત તળેટી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  એકમાત્ર ગીરી મથક સાપુતારામાં પણ ધીમીધારે વરસાદ  શરૂ થયો છે. 

છોટાઉદેપુરમાં તંત્રના વાંકે લોકો ત્રાહિમામ

બોડેલીના અલીપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ગોપાલ ટોકીઝથી રાજખેરવા નિર્માણાધિન માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. લાંબા સમયથી નવો રોડ બનાવવા કરેલા ખોદકામમાં પાણી ભરાયા છે. આસપાસના રહીશો સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

ગોધરામાં સવારે 10 વાગ્યા સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલના ગોધરામાં સવારે 10 વાગ્યા સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ગોધરા APMCમાં શાકભાજીના થેલા વરસાદી પાણીમાં વહેતા થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget