શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં હજુ સુધી કેમ નથી પડી કડકડતી ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કહ્યું

થોડા દિવસ પહેલા હવામાન વિભાગે લોન્ગ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ ડિસેમ્બરમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી. આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં નોર્મલ તાપમાન કે તેનાથી વધુ તાપમાન રહી શકે છે

Ahmedabad: ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે છતાં રાજ્યમાં ઠંડી પડતી નથી. આ દરમિયાન આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં સામાન્યથી 5 ડિગ્રી તાપમાન ઊંચું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં હોવાના કારણે આ વર્ષે ઠંડી નહીંવત પડી રહી છે. આગામી થોડા દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ કોઈ સિસ્ટમ સક્રીય નથી.

હવામાન વિભાગે થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું લોન્ગ ફોરકાસ્ટ

થોડા દિવસ પહેલા હવામાન વિભાગે લોન્ગ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ ડિસેમ્બરમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી. આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં નોર્મલ તાપમાન કે તેનાથી વધુ તાપમાન રહી શકે છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખરી ઠંડીનો અનુભવ થશે.

ઠંડી ન પડતાં અમદાવાદના તિબેટિયન માર્કેટમાં પણ મંદીનો માહોલ

ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ થવો જોઈએ તે ઠંડીનો અહેસાસ આ વર્ષની સિઝનમાં નથી જોવા મળતો અને તેની અસર હવે તિબેટીયન માર્કેટમાં જોવા મળી રહી છે.. દર વર્ષે શિયાળાના સમયમાં તિબેટીયન સ્વેટર બજાર અમદાવાદમાં લાગતું હોય છે પરંતુ તિબેટિયન માર્કેટ શરૂ થયા ને પણ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો તેમ છતાં ના તો જોઈએ એવી સ્વેટરની ખરીદી થઈ છે અને નાતો જેકેટની ખરીદી લોકોએ કરી છે કારણ કે આ વર્ષે સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે અને તેની જ અસર આ માર્કેટ ઉપર પણ પડી રહી છે જોકે દર વર્ષે તો ડિસેમ્બર મહિનામાં સ્વેટર અને જેકેટ નો ખરીદારી ધૂમ થતી હોય છે પરંતુ આ વર્ષે તો ૩૦ ટકા જેટલી ખરીદારી નથી થઈ અને તે માર્કેટમાં છેલ્લા કેટલાય વર્ષોથી સ્વેટરનો વેપાર કરતાં વેપારીઓ પણ હવે ચિંતામાં મુકાયા છે.. તમામ તિબેટીયન વેપારી આશા રાખીને બેઠા છે કે જો હવે અહીં ઠંડી પડે તો જ તેમના સ્વેટર અને જેકેટના ખરીદારી સારા પ્રમાણમાં થશે નહીં તો આ વખતે સ્ટોક પૂરો થવો પણ મુશ્કેલ છે.. અમદાવાદ શહેરમાં 32.6 ડિગ્રી જેટલું તાપમાન હોવાના કારણે લોકો ગરમીથી ત્રસ્ત છે અને એટલા માટે આ વર્ષે તિબેટીયન માર્કેટમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget