Gujarat Weather Update: હજુ 5 દિવસ માવઠાથી નહીં મળે રાહત
Gujarat Weather Update: રાજસ્થાન તરફ સાઈકલોનીક સર્ક્યુલેશનને લઈને વરસાદી માહોલ રહેશે. આજે અને કાલે 2 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે.
Gujarat Weather Update: હવામાન વિભાગે હજુ 5 દિવસ કમોસમી વરસાદથી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. 5 દિવસ સુધી સામાન્ય વરસાદ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે રહેશે. આજે દાહોદ, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી છે. જ્યારે 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં તથા 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજસ્થાન તરફ સાઈકલોનીક સર્ક્યુલેશનને લઈને વરસાદી માહોલ રહેશે. આજે અને કાલે 2 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું જે આજે 37 ડિગ્રી જઈ શકે છે. ગાંધીનગરમાં આજે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે.
હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદી પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાનમાં 2 થી 3 ડીગ્રી ઘટાડો થયો છે.
ઉનાળાની સાથે માવઠું થવાથી તાપમાન સામાન્ય કરતા નીચું
રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ પહેલા વરસાદ પડતા પાકમાં વ્યાપક નુકસાન થયુ છે ત્યારે વધુ એકવાર માવઠાની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ સુધી માવઠાની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉનાળાની સાથે માવઠું થવાથી તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું હતું. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર માવઠાની આગાહી થતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પડવાની શક્યતા છે.