શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં આવશે આંધી વંટોળ, 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

Gujarat Weather Update: રાજ્યમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેવાના આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાતભરમાં આકરી ગરમી પડી રહી છે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી આ ગરમીમાંથી છૂટકારો મળે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરી છે જેમા જણાવ્યું છે કે ચોમાચાની શરૂઆતમાંજ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે. ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતો ને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે.

રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ઝપેટમાં છે. ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ સ્કૂલોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારના રોજ બિહારના બેગુસરાયની શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ રહી છે.

શેખપુરાની એક શાળામાં ગરમીના કારણે 24 વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી. શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓની તબિયત એટલી લથડી હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. કાળઝાળ ગરમીને કારણે શેખપુરા જિલ્લાના અરિયરી બ્લોક હેઠળ મનકૌલ મધ્ય વિદ્યાલય સહિત ઘણી શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ. ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ ગઈ હતી. મટિહાની બ્લોકની મટિહાની મધ્ય વિદ્યાલયમા કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી.  જેમને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે. બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
Embed widget