શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતની જાણીતી સિંગર રાજલ બારોટની મોટી બહેનના ભવ્ય લગ્ન, જાણો કોણે કર્યું કન્યાદાન
સ્વ. મણિરાજ બારોટની સુપુત્રી અને જાણીતી સિંગર રાજલ બારોટની બહેનના લગ્ન મંગળવારે સાંજે જીત સાથે થયા હતાં. રાજલ બારોટની મોટી બહેનનું નામ મેઘલ બારોટ છે.
અમદાવાદ: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે સ્વ. મણિરાજ બારોટની સુપુત્રી અને જાણીતી સિંગર રાજલ બારોટની બહેનના લગ્ન મંગળવારે સાંજે જીત સાથે થયા હતાં. રાજલ બારોટની મોટી બહેનનું નામ મેઘલ બારોટ છે. લગ્ન પ્રસંગે જાણીતી સિંગર કિંજલ દવેએ હાજરી આપી હતી અને મેઘલને પીઢિ પણ ચોળી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ છે.
7 તારીખે સાંજે રાજલ બારોટની બહેન મેઘલ બારોટ જીત ગઢવી સાથે લગ્રગ્રંથીથી જોડાઈ હતી. આ પ્રંસગે ગુજરાતના જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. લગ્ન આગલા દિવસે કિંજલ દવેએ પરિવાર સાથે રાજલના ઘરે હાજરી આપી હતી જ્યાં મેઘલ સાથે મસ્તી કરી હતી.
મેઘલ બારોટ પહેલા ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી હતી જોકે હાલ બધી બહેનો સાથે રહે છે. રાજલ બારોટને કુલ ચાર બહેનો છે જેમાં મેઘલ સૌથી મોટી બહેન છે. જ્યારે બીજા નંબરે રાજલ, ત્રીજા નંબરે હિર અને ચોથા નંબરે તેજલ છે.
મહત્વની વાત એ છે કે, મેઘલ બારોટના લગ્ન જીત સાથે થયા હતાં. આ પ્રસંગે બધી બહેનો બહુ ખુશ હતી. જોકે મેઘલનું કન્યાદાન રાજલ બારોટ સહિત બે નાની બહેનોએ કર્યું હતું. રાજલ બારોટની બે નાની બહેનો હાલ અભ્યાસ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion