Gujarat Rain: દિવસભર ઉકળાટ બાદ અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ, વાસણા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા
Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે. 18 જિલ્લામાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, ડાંગમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે. 18 જિલ્લામાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, ડાંગમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મોડી સાંજે ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, નરોડા, નારોલ, નિકોલ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, આસ્ટોડિયા, ગીતા મંદિર, રાયપુર, ખાડિયા, જમાલપુર, બોપલ, ઘુમા, શીલજ, મેઘાણીનગર, મેમ્કો, શાહીબાગ, સેટેલાઈટ રોડમાં વરસાદનું આગમન થયું છે. આ ઉપરાંત રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાણંદ, બાવળા, ધંધુકામાં વરસાદ શરૂ થયો છે.
વરસાદ શરૂ થતા અમદાવાદમાં જળભરાવની સ્થિતિ પણ જોવા મળી રહી છે. અશોકનગર વિકાસગૃહ પાસે પાણી ભરાયા છે. પાલડી સહીતના વિસ્તારમાં પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદથી અમદાવાદના આનંદનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આનંદનગરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે.
અડધા કલાકના વરસાદથી સચિન ટાવર પાસે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રહલાદનગરથી શ્યામલ ચાર રસ્તા સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સિંચાઈ વિભાગ દ્રારા વાસણા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જે બાદ 14 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.
રાજ્યમાં સાંજે 4થી 6 વાગ્યા સુધીમા 58 તાલુકામાં વરસાદ
- 2 કલાકમાં પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- 2 કલાકમાં રાણાવાવમાં બે ઈંચ વરસાદ
- 2 કલાકમાં ડીસા, બોડેલીમાં 2-2 ઈંચ વરસાદ
- 2 કલાકમાં ગોંડલ, ગઢડામાં પોણા બે ઈંચ વરસાદ
- 2 કલાકમાં બરવાળા, બાબરા, બોટાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
- 2 કલાકમાં પ્રાંતિજ, લોધિકામાં સવા ઈંચ વરસાદ
- 2 કલાકમાં કોટડાસાંગાણી, ખેરગામમાં એક-એક ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજા કરશે તોફાની બેટીંગ
ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરશે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં ઑફ શોર ટ્રફ સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ રહેશે. 7 થી 9 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસશે. 8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે. 9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે. 10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial