શોધખોળ કરો

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નરોડા, મેમકો, કોતરપુર સૈજપુર, એરપોર્ટ રોડ , સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડીયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વસ્ત્રાલના અબજીબાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે.

ભારે વરસાદના કારણે ત્રણ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ

ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

સૈજપુર ગરનાળા પાસે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

શહેરના પૂર્વ વિસ્તારમાં સૈજપુર ગરનાળા પાસે કમર સમા વરસાદી પાણી ભરાયા છે જેના કારણે થઈને લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી છે. વરસાદી પાણી ભરાવવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી

ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા

મોડી સાંજે લોકો કામ ધંધેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. જેના કારણે ટુવ્હિલર બંધ પડી જતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. શહેરના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારની હાલત કફોડી બની છે.

ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં યુવક વાહન સાથે ખાડામાં પટકાયો

શહેરના ઓઢવ વિસ્તારમાં અંબિકા નગર મોગલ માતાના મંદિર પાસે એક યુવક વાહન સાથે ખાડામાં પડ્યો છે. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યું ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં યુવકને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો ફસાયા છે.  તો બીજી તરફ મણિનગરમાં આવેલા દક્ષિણી અંડરપાસ વાહનો માટે બંધ કરાયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના કારણે મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડર પાસને વાહન ચાલકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના મોટેરા, ઝુંડાલ, ચાંદખેડા, રાણીપ, જગતપુર, ગોતા , ન્યુ રાણીપમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget