શોધખોળ કરો

Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, નિકોલમાં જળબંબાકાર, લોકોની વધી હાલાકી

Ahmedabad Rain:હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. જો કે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.

Ahmedabad Rain: ગુજરાતમાં ચોમસાની એન્ટ્રીની સાથે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  જો કે કેટલાક જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે, અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પહેલા વરસાદે જ પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. સેલા, ઘૂમા, બોપલ, સીલજ, નારોળ, બાપુનગર, નિકોલ જળમગ્ન બન્યા છે.  અમદાવાદમાં અનેક ઠેકાણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના ગોપાલચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણીના ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગોપાલ ચોકમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં  છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ એએમસીનો પ્રિમોનસૂન પ્લાન ધોવાઇ ગયો છે. પ્રિમોન્સૂન પ્લાન ગઈકાલ રાતથી જ પાણીમાં ધોવાઇ ગયો છે. AMCની વાર્તાઓ આ વર્ષે પણ  પોકળ સાબિત થઇ છે. પહેલા ગટરીયા પાણી હવે વરસાદી પાણીથી  રોડ રસ્તા જળબંબાકાર થયા છે.  ગટર હોય કે વરસાદ પાણી નિકાલની ગોપાલ ચોકમાં કોઈ સુવિધા ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યાં છે.

Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, નિકોલમાં જળબંબાકાર, લોકોની વધી હાલાકી

8 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે . અમદાવાદ શહેરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આણંદ, ભરૂચમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. સુરેંદ્રનગર, ભાવનગરમાં બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. લો પ્રેશર સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ બફારાનો અનુભવ  કરી રહ્યાં હતા. જો કે રાજ્ય પર 4 સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.

Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, નિકોલમાં જળબંબાકાર, લોકોની વધી હાલાકી

આજે કયાં પડશે વરસાદ

17 જૂન મંગળવાર એટલે કે આજે  અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,  પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા,  આણંદ, જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
Embed widget