શોધખોળ કરો
Advertisement
અતિવૃષ્ટિની શંકા, ગુજરાતના અમૂક વિસ્તારોમાં વરસાદ 100 ટકાથી પણ વધુ, જાણો ટકાવારી પ્રમાણે વરસાદ
હાલમાં રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સિઝનનો 100થી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે અમૂક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને વધુ પડી શકે છે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આવા સમયે રાજ્યની સ્થિતિને જોતા લાગે છે કે, અમૂક વિસ્તારોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઉદભવી શકે છે.
હવામાન વિગાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સિઝનનો 100થી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે અમૂક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને વધુ પડી શકે છે.
ગુજરાતમાં ચાલુ વરસાદની ટકાવારી......
પ્રદેશ પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં કચ્છમાં 142.18 ટકા, ઉત્તર ગુજરાતમાં 90.22 ટકા, મધ્ય ગુજરાતમાં 104.28 ટકા, સૌરાષ્ટ્રમાં 112.52 ટકા, દક્ષિણ ગુજરાતમાં 123.22 ટકા સુધી ચાલુ સિઝનમાં વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર ગુજરાતમાં ચાલુ સિઝનમાં લગભગ 113.55 ટકા સુધી વરસાદ પડી ગયો છે, જેથી કહી શકાય કે રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઉદભવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement