શોધખોળ કરો

અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, સાબરમતીનું રૌદ્ર સ્વરુપ

Ahmedabad Rain: અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ બંનેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ, એસ.જી. હાઇવે, ગોતા, શિવરંજની, નેહરુનગર, મણિનગર, સીટીએમ ચાર રસ્તા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઝીરો વિઝિબિલિટીને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને તેમને વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે.

પાણી ભરાવાની અને અન્ય સમસ્યાઓ
વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર પાછળના મુખ્ય રસ્તાઓ પણ પાણીથી તરબોળ થયા છે. સૌથી વધુ મુશ્કેલી એ છે કે વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ બહાર આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. શિવરંજની અને નેહરુનગર વચ્ચે ભારે પવન સાથે એક વૃક્ષ ધરાશાયી થયું છે, જે બીઆરટીએસ રૂટની રેલિંગ સાથે અથડાયું છે અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે.

સિઝનનો વરસાદ અને ડેમની સ્થિતિ
અમદાવાદ શહેરમાં આ સિઝનનો ૧૦૦% થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય રીતે ૩૫ ઇંચ વરસાદ પડતો હોય છે, જ્યારે ૬ સપ્ટેમ્બરે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૩૬.૫૬ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ૪૩.૭૮ ઇંચ વરસાદ દક્ષિણ ઝોનમાં અને ૪૧.૪૫ ઇંચ પૂર્વ ઝોનમાં પડ્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી ૯૪,૨૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ ૭૬,૬૨૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી સાબરમતી નદીમાં પ્રવાહ વધારતા, વાસણા બેરેજના ૨૭ ગેટ (૩ થી ૨૯ નંબર સુધીના) ખોલવામાં આવ્યા છે. સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું સ્તર ૪૪.૦૯ મીટરથી વધુ પહોંચી ગયું છે, જેના કારણે પ્રશાસનને 

વ્હાઈટ એલર્ટની સ્થિતિ દર્શાવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને આણંદ જિલ્લામાં એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને નદીના આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમને કારણે હજુ બે દિવસ સુધી શહેરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રવિવારે દિવસ દરમિયાન ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ

Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?

RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?

Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
RBI આજે કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
'ન તો હું કે ન તો પીએમ મોદી....' પુતિને ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ, જાણો શું કહ્યું આ

Putin India Visit: પુતિને કારપૂલને લઇને કર્યો મોટો ખુલાસો, 'PM મોદીની સાથે ગાડીમાં બેસવું મારા....'

Road Deaths In India: દેશમાં 2024 માં સૌથી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં થયા મોત, આંકડો જાણીને ચોંકી જશો

કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 

Embed widget