શોધખોળ કરો

Helicopter Joyride: આનંદો! અમદાવાદમાં આ તારીખથી ફરી શરુ થશે હેલિકોપ્ટર જોયરાઈડ સેવા, જાણો કેટલું હશે ભાડું

Helicopter Joyride: અમદાવાદીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર હેલિકોપ્ટર સેવા શરુ થશે. 12 ઓગસ્ટ 2023થી ફરી એકવાર હેલિકોપ્ટર જોયરાઈડ શરૂ કરવામાં આવશે.

Helicopter Joyride: અમદાવાદીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર હેલિકોપ્ટર સેવા શરુ થશે. 12 ઓગસ્ટ 2023થી ફરી એકવાર હેલિકોપ્ટર જોયરાઈડ શરૂ કરવામાં આવશે. જેમાં એરોટ્રાન્સ કંપની હેલિકોપ્ટર 10 મિનિટ સુધી હવાઈ મુસાફરી કરાવશે. તમને જણાવી દઈએ કે, આ જોયરાઈડ જાન્યુઆરી 2022માં સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ હતી. જે લગભગ 4 મહિના પહેલા બંધ કરી દેવામાં આવી હતી. કંપનીએ હવે તેને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે.

તો બીજી તરફ, આ સેવા અંગે એરચાર્ટર કંપનીએ કહ્યું કે, અમદાવાદમાં જોયરાઇડ ફરી શરૂ કરવામાં આવશે. એક રાઈડમાં કુલ 5 લોકો બેસી શકશે. જો ભાડાની વાત કરીએ તો એક વ્યક્તિ દીઠ 2100 રુપિયા પ્લસ જીએસટી રહેશે. આ ઉપરાંત 10 મિનિટની જોયરાઇડ સર્વિસ શનિવાર અને રવિવારે તેમજ ચોક્કસ જાહેર રજાઓ પર ઉપલબ્ધ રહેશે. જેમાં 1 દિવસમાં 75 જેટલા મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. જો રુટ અંગે વાત કરીએ તો, મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાયન્સ સિટીનો રૂટ નક્કી કરવામાં આવશે.

ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતનું છે મોટુ યોગદાન

ચંદ્રયાન ત્રણ મિશન ભારત દેશ માટે ખૂબ જ મહત્વનું મિશન છે. 23 ઓગસ્ટે સાંજે 05:47 કલાકે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતના ઈસરો અને ઇન સ્પેસનો પણ મહત્વનો ફાળો છે. ચંદ્રયાન-3 મા લાગેલ કેમેરા,એન્ટેના અને રીમોટ કંટ્રોલનું ગુજરાતમાં  ઉત્પાદન કરાયું છે. અમદાવાદમાં આવેલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને ઇન સ્પેસ સંસ્થાનોનું યોગદાન ચંદ્રયાન-3 મિશનમાં રહેલું છે. 

ગુજરાતના વૈજ્ઞાનિકો અને યુવાઓને ખુબ જ ઉત્સાહ

ચંદ્રયાન-3 ના લેન્ડરને પણ વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ નામ અપાયું છે. ચંદ્રયાન પર લેન્ડ થયા બાદ પ્રથમ ચંદ્રના પ્લાઝમા,વાતાવરણનું તાપમાન અને સિસ્મિક ગતિવિધિ અંગે માહિતી મેળવવા લેન્ડર પેયલોડ પરીક્ષણ કરશે. ચંદ્રયાન-3 માં લાગેલ રોવર પેયલોડમાં લાગેલા કેમેરા જગ્યાના ફોટોગ્રાફ્સ લેશે જે ત્યાંની ભૌગોલિક સ્થિતિ અંગે માહિતી આપશે. રોવરના એક્સ રે ના માધ્યમથી ત્યાંની જમીન અંગેની માહિતી જાણવામાં આવશે. ચંદ્રયાન-3 ના લોન્ચિંગથી લેન્ડિંગ સુધીની સફરમાં ગુજરાતના યોગદાનને લઈ ગુજરાતના વૈજ્ઞાનિકો અને યુવાઓને ખુબ જ ઉત્સાહ છે. સમગ્ર દેશના આ મિશનમાં ગુજરાતના યોગદાનથી ગુજરાતના યુવાઓ પણ આગામી સમયમાં સ્પેસ એક્ટિવિટીમાં વધુ માર્ગદર્શન મેળવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget