શોધખોળ કરો
ગુજરાત એસ.ટી.ના કંડક્ટરને 9 રૂપિયા લઈને ટિકિટ નહીં આપવા બદલ હાઈકોર્ટે કરી કેટલી મોટી સજા ?
મુસાફર પાસેથી રૂપિયા લીધાં બાદ ટિકિટ નહીં આપવાના કેસમાં હાઈકોર્ટે કડંકટરને તેની નોકરીમાં બે ગ્રેડ નીચે ઉતારી દેવા સહિત તેને કાયમી ફીક્સ પગાર પર મૂકી દેવાનો હુકમ કર્યો હતો

અમદાવાદ: એસ.ટી. બસના કંડક્ટરને એક મુસાફર પાસેથી પૈસા લઈને ટિકિટ નહીં આપવાનું ભારે પડ્યું છે. કંડક્ટરે મુસાફર પાસેથી નવ રૂપિયા લઈને ટિકિટ આપતા આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. માત્ર નવ રૂપિયાની ટિકિટ મામલે હોઈકોર્ટે કંડક્ટરને મોટી સજા ફટકારી છે.
મુસાફર પાસેથી ભાડા પેટે રૂપિયા લીધાં બાદ ટિકિટ નહીં આપવાના કેસમાં કોર્ટે કડંકટરને તેની નોકરીમાં બે ગ્રેડ નીચે ઉતારી દેવા સહિત તેને કાયમી ફીક્સ પગાર પર મૂકી દેવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાને હાઇકોર્ટના સીંગલ જજ બાદ હાઇકોર્ટની ખંડપીઠે બહાલ રાખ્યો છે.
અરજદાર ચંદ્રકાન્ત પટેલ ગુજરાત એસ.ટી.માં કંડક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. તેમની બસમાં ચેકીંગ દરમિયાન એક મુસાફર ટિકિટ વગર પકડાયા હતા. ત્યારે મુસાફરે કહ્યું હતું કે તેમણે કંડક્ટરને ટિકિટના પૈસા ચૂકવ્યા હતા. પંરતુ તેને ટિકિટ આપી ન હતી. આ મામલે ઓથોરિટિએ કડંકટર સામે કાર્યવાહી કરી હતી. જેને પડકારતી અરજીમાં ટ્રિબ્યુનલે કંડકટરને ઉક્ત સજા ફટકારી હતી.
હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, અગાઉ તેને જે સજા કરવામાં આવી હતી એ વાજબી હતી. પરંતુ આ વખતે થયેલી સજા ખૂબ જ આકરી છે. માત્ર નવ રૂપિયાની નાની રકમ માટે તેને આજીવન અસર થાય તેવી સજા ફટકારવામાં આવી છે. પગારધોરણથી બે ગ્રેડ નીચે ઉતારી દેવાનો અને કાયમી માટે ફીક્સ પગાર કરવાનો નિર્ણય રદ કરવો જોઇએ. સાથે તેને દંડ કરવાનો ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ તથા હાઇકોર્ટના સીંગલ જજના આદેશને પણ રદ કરવો જોઇએ.
સામા પક્ષે એવી રજૂઆત કરી હતી કે અરજદારે એક વખત નહીં પણ એનક વખત મુસાફર પાસેથી ભાડાંના રૂપિયા લીધાં બાદ ગેર વતર્ણૂંક કરી હતી. જો કે આ પહેલા પણ ડિસ્પ્લીનરી ઓથોરિટી દ્વારા તેને હળવી સજા કરવામાં આવી હતી. આ મામલે કોર્ટ દ્વારા તેને જે દંડ ફટકારવામાં આવ્યો હતો તેમાં કોઇપણ ભૂલ કે ગેરકાયદેસરતા નહીં હોવાનું સીંગલ જજે ઠરાવ્યું હતું. તેથી તેણે હાઇકોર્ટની ખંડપીઠમાં અપીલ કરી હતી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement