શોધખોળ કરો

વલસાડની સ્કૂલના નામે વાયરલ વીડિયો પોસ્ટ કરવા મામલે હાઈકોર્ટે MLA મેવાણીને શું આપ્યો આદેશ

આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

અમદાવાદઃવલસાડની સ્કૂલ હોવાનું કહેવાતો એક વાયરલ વીડિયો ટ્વિટ કરવા મામલે વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બદનક્ષીના કેસમાં આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટિસ  વી.એમ.પંચોલીએ ધરપકડ સામે વધુ એક દિવસ સ્ટે આપી પોતાની ભૂલ થઇ ગઇ એવું સોગંદનામું રજૂ કરવાનો મેવાણીને આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે વાયરલ વીડિયો પોસ્ટ કરવાને લઇને વલસાડની સ્કૂલે પોલીસ સ્ટેશનમાં મેવાણી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. જસ્ટિસ વીએમ પંચોલીએ અવલોકન કર્યું હતું કે, સામાન્ય માણસ કોઇ વસ્તુ શેર કરે અને ભૂલ ત્યારે સમજાય છે પરંતુ મેવાણી ધારાસભ્ય હોવાથી કોઇ પણ વસ્તુ જાહેરમાં શેર કરતા અગાઉ ચકાસણી કરવાની જરૂરિયાત છે. સરકારી વકીલે મેવાણીના મોબાઈલની તપાસ કરવાની પરવાનગી માંગી હતી પરંતુ કોર્ટે મંજૂરી આપી નહોતી અને કહ્યુ હતું કે, મેવાણી તપાસમાં સહકાર આપવા તૈયાર છે તેથી મોબાઇલ તપાસની જરૂર નથી જ્યારે સહકાર ના આપે ત્યારે કોર્ટ પાસે  આવજો. મેવાણીના વકીલ આનંદ યાજ્ઞિક અને ઉત્કર્ષ દવે દલીલ કરી હતી કે જીજ્ઞેશ દ્ધારા શેર કરવામાં આવ્યા બાદ ભૂલની જાણ થતાં વિવાદાસ્પદ ટ્વિટ ડિલિટ કરી આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી.ઉલ્લેખનીય છે કે વિધાનસભાનો સત્ર ચાલી રહ્યું છે ત્યારે આગોતરા જામીન મેળવવા જીજ્ઞેશ મેવાણી દ્વારા શનિવારે હાઈકોર્ટંમાં રિટ દાખલ કરાઈ હતી જેમાં કોર્ટે તેમની ધરપકડ સામે બે દિવસનો સ્ટે આપ્યો હતો. નોંધનીય છે કે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટિવટર પર વીડિયો શેયર કર્યો હતો જેમાં વલસાડની શાળામાં બાળકને જે રીતે મારવામાં આવે છે તેની ક્રુરતાથી વ્યથિત PMOને ટેગ કર્યા હતા જોકે વીડિયો સિરિયાનો હોવાની જાણ થતાં તેમણે ટ્વિટ ડિલિટ કરી આ અંગેની સપષ્ટતા પણ કરી હતી. આ વાયરલ વીડિયોને લઇને મેવાણી વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો

Embed widget