શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં હવે કેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે? શહેરના કેટલા કન્ટેનમેન્ટ ઝોનને કરાયા મુક્ત? જાણો
અમદાવાદમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 145 કોરોનાના કેસ નોંધાયા. જ્યારે ચાર દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે
અમદાવાદમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 145 કોરોનાના કેસ નોંધાયા. જ્યારે ચાર દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે તો બીજી તરફ કોરોનાને માત આપીને સાજા થયેલાં 148 લોકોને જુદી જુદી હોસ્પિટલો તેમ હોમ-આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદ શહેરની હદમાં અત્યાર સુધી 28 હજાર 942 દર્દીઓ કોરોના સંક્રિમત થયા છે જ્યારે 1600થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે તો 24 હજાર 293 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને હાલ 2 હજાર 905 દર્દીઓ સારવાર હેઠળ છે જોકે આ તરફ અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેંટ વિસ્તારોની સંખ્યા હવે 327 થઈ છે.
શહેરમાં નવા 34 કન્ટેઈન્મેટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે 21 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 34 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 6, સેન્ટ્રલ ઝોનના 2, નોર્થ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 9, નોર્થ વેસ્ટ ઝોનના 7, વેસ્ટ ઝોનના 6, સાઉથ વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે તો 21 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.
સાઉથ ઝોનના 2, સાઉથ વેસ્ટ ઝોનના 9, ઇસ્ટ ઝોનના 7, નોર્થ વેસ્ટ ઝોનના 2, વેસ્ટ ઝોનના 1 વિસ્તારનો સમાવેશ થાય છે. નિકોલના સનરાઇઝ પાર્કમાંથી 108 પરિવારોના 438 લોકોને કન્ટેનમેન્ટ મુક્ત કરવામાં આવ્યાં છે..તો ઓઢવના સોમનાથ સોસાયટીમાંથી 123, જેસલ પાર્કમાંથી 180 લોકોને મુક્ત કરવામાં આવ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement