શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ પોલીસ અધિકારીને કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો? જાણો વિગત
અમદાવાદ ટ્રાફિક પોલીસ સુધી આ તસવીર પહોંચતાં જ નંબરના આધારે વિશ્વાસ રાઠોડ નામના એલઆરડી જવાનને 1100નો દંડ કરવામાં આવ્યો
અમદાવાદ: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સામાન્ય વ્યક્તિઓથી લઈને દરેક લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું તેનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જે લોકો હેલમેટ ન પહેરે તેવા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે તો આવો જ એક કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે. ખુદ પોલીસ અધિકારી જ હેલમેટ વગર અને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરી રહ્યા હતાં જેની એક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં બાઈક નંબર જોવા મળી રહ્યો છે જેને આધારે ઘરનું એડ્રેસ શોધીને આ પોલીસ અધિકારીને મેમો આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં એક પોલીસ અધિકારી ચાલુ બાઈક પર હેલ્મેટ વગર અને ફોન પર વાત કરતાં હોવાની તસવીર વાયરલ થઈ હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસ સુધી આ તસવીર પહોંચતાં જ નંબરના આધારે વિશ્વાસ રાઠોડ નામના એલઆરડી જવાનને 1100નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે આપેલા મેમામાં વોટ્સએપ ગૃપમાં વાયરલ થયો તેના આધારે દંડ વસૂલ્યો તેવી નોંધ પણ કરવામાં આવી છે.
આ ફોટો વાયરલ થતાં જ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તેને દંડ ફટકારવા આદેશ કર્યો હતો. ઓઢવ રિંગ રોડ પર ફરજ બજાવતા PSI આઈ.બી. ગામીતે ચાલુ બાઈક પર ફોન પર વાત કરવા બદલ 1000 અને હેલ્મેટ વગરનો 100 તેમ કુલ 1100નો મેમો આપવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement