શોધખોળ કરો

'હાર્દિકભાઈ CM બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી, કોંગ્રેસનો CM બનવો જોઈએ'

અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર, નરેશ પટેલ, હાર્દિક પટેલ અને વિધાનસભાની આગામી ચૂંટણી તેમજ ભાજપની આંતરિક લડાઈ અંગે વાત કરી હતી.

અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર, નરેશ પટેલ, હાર્દિક પટેલ અને વિધાનસભાની આગામી ચૂંટણી તેમજ ભાજપની આંતરિક લડાઈ અંગે વાત કરી હતી. ભરતસિંહ સોલંકીએ એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો મુખ્યમંત્રી બને તે મારો ધ્યેય છે, પછી હાર્દિક પટેલ બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા નથી પરંતુ હજુ હું પ્રશાંત કિશોરને મળતો રહીશ તેવું ઉમેરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર બાબતે ઘણી ચર્ચા ચાલતી હતી હાઇકમાન્ડ વાત કરતુ હતું.

પ્રશાંત કિશોર સહિતના પરિબળો લોકશાહી મજબૂત કરવાની વાત કરે છે. વિજયભાઈની સરકાર બરખાસ્ત કરી દેવાઈ. હું પ્રશાંત કિશોરને મળ્યો હતો. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ગમે તેમ સત્તા ટકાવી રાખવા પરિવર્તન થયું. તે હકીકત છે કે આ સરકાર ખોટી છે. નરેશ પટેલ આવે તે પહેલો મારો અભિગમ છે. નરેશ પટેલને જઈ પહેલા હું મળ્યો હતો. મેં ક્યારેય નરેશ પટેલનો વિરોધ નથી કર્યો. હાર્દિક ભાઈ CM બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી. કોંગ્રેસનો CM બનવો જોઈએ એ મારો ધ્યેય છે. શંકરસિંહ મામલે હાઇકમાન્ડ નિર્ણય કરશે. પ્રશાંત કિશોરને હું મળતો રહેવાનો છું.  હું ચૂંટણી લડીશ કે નહિ એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. ભાજપમાંથી 40-50 ને ટિકિટ નહિ મળે. BTP મામલે ભારતસિંહે નિવેદન આપવાનું ટાળ્યું હતું.

ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

Gujarat: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના DGP  આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી 395 કિલો સૂતળી મળી આવી હતી, જેમાં 80-90 કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું. વાહનમાંથી હેરોઈનનો આ જથ્થો ઝડપાયો છે.

ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં 9 પાકિસ્તાનીઓ સાથે 'અલ હજ' નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 56 કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. DGPના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. મુઝફ્ફરનગરમાંથી 35 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્યા છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ATS-NCBનું સંયુક્ત ઓપરેશન હતું.

રાજ્યના DGPના જણાવ્યા અનુસાર, ગુજરાત ATS  દ્વારા બે આરોપીઓને અહીં લાવવામાં આવ્યા છે અને અન્ય બે આરોપીઓની NCB  દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના આધારે શાહીન બાગ - દિલ્હી ખાતે બીજી એક જપ્તી કરવામાં આવી હતી, જ્યાં 50 કિલો હેરોઈન અને કેટલાક અન્ય પાઉડર મળી આવ્યા હતા, જેમાં 30 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.

બે દિવસ પહેલા કંડલા પોર્ટ પર એક કન્ટેનરમાંથી 205 કિલો હેરોઈન ઝડપાયું હતું. ATS-DRI નું સંયુક્ત ઓપરેશન હતું. DRI  દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓએ મુખ્ય આરોપી જોબન સિંહને તરનતારનમાંથી પકડ્યો છે. રિમાન્ડ પર લીધા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget