શોધખોળ કરો

મકાન રિડેવલપમેન્ટ માટે આપતાં પહેલા ચેતી જજો, ગુજરાત રેરા કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિવાદમાંથી ઘણું બધું શીખવા મળે છે.

Old building redevelopment Gujarat: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ, અમદાવાદ અને ગુજરાતમાં જૂના મકાનના રિડેવલપમેન્ટમાં ભાગ લેનારા લોકોએ સાવચેત રહેવું જોઈએ. રિડેવલપમેન્ટ માટે જમીન આપનારા જૂના સભ્યોને બિલ્ડરના ભાગીદાર ગણવામાં આવે છે, અને તેથી જો કોઈ વિવાદ થાય તો તેઓ રેરા સમક્ષ ફરિયાદ કરી શકશે નહીં.

આનો અર્થ એ થયો કે જો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કોઈ ખોટી રીતો થાય, બાંધકામમાં વિલંબ, ખરાબ ગુણવત્તા, અથવા કરારનું ઉલ્લંઘન, તો જૂના સભ્યો સિવિલ કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકશે. રેરા આવા વિવાદોમાં કોઈ રાહત આપી શકશે નહીં.

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિવાદમાંથી ઘણું બધું શીખવા મળે છે. આ કેસમાં, જૂના સભ્યો અને બિલ્ડર વચ્ચે કરાર, સમયમર્યાદા, ગુણવત્તા અને સુવિધાઓને લઈને મતભેદ થયો હતો.

આ પ્રોજેક્ટમાં ર૪થી ૩૦ મહિનામાં ફ્લેટ બાંધી આપવાનું ઓફર લેટરમાં જણાવ્યું હતું. ૧૩૦ વારનો નવો ફ્લેટ આપવાનો કરાર બિલ્ડર સાથે કર્યો હતો. રિડેવલપમેન્ટના કરારમાં અમુક જૂના સભ્યની સહી સંમતી લેવાઈ નહોતી. મુકેશ ખત્રી રિડેવલપમેન્ટ રોકવા સિવિલ કોર્ટમાં ગયા હતા. સિવિલ કોર્ટમાં સમાધાન થયું હતું. આ સમાધાનમાં ૨૪થી ૩૦ માસમાં કબજો સોંપવાનું રૂ. ૩૮ લાખમાં એલોટ કરવાનું, સોસાયટીને આપેલી ઓફર મુજબ કોમન એમેનિટીઝ સાથે ફ્લેટ આપવાના કરાર થયા હતા.

કરાર કર્યા છતાં સભ્યને ગિફ્ટ મનીના રૂપિયા૧૦ લાખ ચૂકવવામાં ન આવ્યા અને મોડેથી કબજો આપવાના ગાળાનું વ્યાજ ચૂકવ્યું નથી. તેમ જ એમેનિટીઝ આપવા કરાર કર્યા પછી એમેનિટીઝ આપી નહોતી.

સામાન્ય રીતે, જૂના મકાનોને તોડીને નવા બનાવવામાં આવે છે અથવા તેના ઉપર વધુ માળ બાંધીને વેચવામાં આવે છે. તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના કિસ્સામાં, મોટાભાગના સભ્યો નવા બનેલા મકાનમાં જ રહે છે અને કેટલાક ફ્લેટ પણ વેચવામાં આવ્યા છે. આ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જૂના સભ્યોને સહ પ્રમોટર ગણવામાં આવે છે.

રેરાના સભ્ય એમ.એ. ગાંધીએ 12 જૂનના ચુકાદામાં જણાવ્યું હતું કે:

  • રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટનો હેતુ ફક્ત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થતાં વેચાણના વ્યવહારોને નિયંત્રિત કરવાનો છે.
  • પુનર્વસન (rehabilitation) પ્રોજેક્ટ આ કાયદા હેઠળ આવતા નથી.
  • તુષાર એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ રિડેવલપમેન્ટ પુનઃ નિર્માણ નહિ પણ પુનર્વસનનો છે.
  • ફરિયાદી, જમીનના માલિક હોવાને કારણે, પ્રોજેક્ટના સહ પ્રમોટર ગણાય છે.
  • સહ પ્રમોટર અને પ્રમોટર વચ્ચેના વિવાદનો નિવેદો લાવવાની રેરા કોર્ટ પાસે કોઈ સત્તા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
અમ્પાયર બનવા માટે કયો કોર્ષ જરૂરી, BCCI કેટલો ચૂકવે છે પગાર?
અમ્પાયર બનવા માટે કયો કોર્ષ જરૂરી, BCCI કેટલો ચૂકવે છે પગાર?
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
Embed widget