શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ શહેરમાં ફરી ભયજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ, એક જ દિવસમાં નવા 190 કેસ
એક્ટિવ કેસ પણ હવે વધી રહ્યા છે. હાલમાં શહેરમાં 2 હજાર 787 એક્ટિવ કેસ છે.
અમદાવાદઃ અમદાવાદ કોરોનાના કેસો ભયજનક રીતે વધી રહ્યાં છે. અમદાવાદમાં એક જ દિવસમાં 190 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે વધુ 3 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 46 હજાર 838 થયા છે. જ્યારે 1 હજાર 882 દર્દીઓના મૃત્યુ થયા છે.
અમદાવાદમાં એક્ટિવ કેસ પણ હવે વધી રહ્યા છે. હાલમાં શહેરમાં 2 હજાર 787 એક્ટિવ કેસ છે. તેમાંથી પશ્ચિમપટ્ટાના ત્રણ ઝોન પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 હજાર 337 અને પૂર્વપટ્ટાના ચાર ઝોન મધ્યઝોન, દક્ષિણઝોન, ઉત્તરઝોન, પૂર્વઝોનમાં આ આંકડો 1 હજાર 450નો થયો છે.
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ ફટાફટ ભરાવા માંડ્યા છે. ખાનગી હોસ્પિટલોના 2148 પ્રાઈવેટ બેડમાંથી 1709 ભરાઈ ગયા છે, 439 ખાલી છે. જોકે 272 દર્દીઓ આઈસીયુમાં છે, તેમજ 118 વેન્ટીલેટર ઉપર છે. વેન્ટીલેટર પરના દર્દીનો આંકડો સરકારની યાદીના 73ના આંકડાં કરતાં ઉંચો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion