શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે અતિભારે વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી? જાણો વિગત
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર અને નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
7 તારીખે વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં સારા વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં પણ મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.
8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદરની સાથે નવસારી, દાહોદ અને પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે. આ અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ રહેવાનો છે જ્યારે 9 તારીખથી શરુ થતા નવા અઠવાડિયા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement