શોધખોળ કરો
Advertisement
'વાયુ'નો ખતરો ટળ્યો, ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય વાવાઝોડુ, જાણો ક્યાંથી ફંટાઇને નીકળી જશે આગળ
વાયુને લઇને સતત સુરક્ષા વધારવામાં આવી રહી હતી. સમુદ્રની ઉંચી લહેરો અને મોજાને જોઇને આ વિસ્તારના લોકોને આજુબાજુના ગામોમાં સહીસલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા
નવી દિલ્હીઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને સરકાર અને સુરક્ષાકર્મીઓ તૈનાત છે. સતત વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ ભારે તબાહી મચાવી શકે એવી શક્યતાની વચ્ચે હવે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતા અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ નહીં ટકરાય.
ભારતીય હવામાન ખાતાની વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ આજે અમદાવાદમાં કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠાએ વાયુ વાવાઝોડુ નહીં ટકરાય. આ વાવાઝોડુ વેરાવળ, પોરબંદર, દ્વારકાની નજીકથી પસાર થઇને ફંટાઇ જશે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે પવન-આંધી અને વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય કલાકોથી વાયુને લઇને સતત સુરક્ષા વધારવામાં આવી રહી હતી. સમુદ્રની ઉંચી લહેરો અને મોજાને જોઇને આ વિસ્તારના લોકોને આજુબાજુના ગામોમાં સહીસલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.Manorama Mohanty, scientist at India Meteorological Department (IMD), Ahmedabad: #CycloneVayu won't hit Gujarat. It will pass nearby from Veraval, Porbandar, Dwarka. Its effect will be seen on the coastal regions as there will be heavy wind speed and heavy rain as well pic.twitter.com/tt57jsbjWt
— ANI (@ANI) June 13, 2019
Gujarat: The shed at the entrance of Somnath Temple, in Gir Somnath district, damaged due to strong winds. #CycloneVayu pic.twitter.com/RpFjZzXUj4
— ANI (@ANI) June 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement