Karnataka Election Results: કર્ણાટકના પરિણામો પર જગદીશ ઠાકોરના બીજેપી પર આકરા પ્રહારો, જાણો શું કહ્યું
Karnataka Election Results: કર્ણાટકના પરિણામો પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસ પક્ષની સરકાર બનાવવા માટેનો જનાદેશ જનતાએ આપ્યો છે તેને સ્વીકારીએ છીએ.
Karnataka Election Results: કર્ણાટકના પરિણામો પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસ પક્ષની સરકાર બનાવવા માટેનો જનાદેશ જનતાએ આપ્યો છે તેને સ્વીકારીએ છીએ. કર્ણાટકની જાગૃત પ્રજાનો આભાર. કર્ણાટક દક્ષિણનું ખૂબ મોટું રાજ્ય છે. ભૂતકાળમાં પણ સરકારને તોડીને સરકાર બનાવવા પ્રયાસ કરાયા હતા. જે મુદ્દા હતા જ નહીં તે મુદ્દા બનાવવામાં આવ્યા, પ્રજાએ નક્કી કર્યું કે અમારે શુ કરવું છે.
અનાજ સસ્તા ભાવે આપવાની વાત હોય, કે પછી વિદ્યાર્થીઓ જે બેરોજગાર હતા તેમને સહાય કરવાની વાત હોય. કોંગ્રેસે હર હંમેશ તેમનો અવાજ ઉઠાવ્યો છે. પીએમ પોતે વિશ્વાસ ન અપાવી શક્યા. કોંગ્રેસ ઉપર ભરોસો એટલે મૂકી શક્યા કારણ કે રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે આપેલા મુદ્દા અને વચન પાળ્યા. એટલે જ કર્ણાટકમાં જે મુદ્દાઓ આપ્યા હતા તેની ઉપર ભરોસો મુક્યો.
ભાજપ 50 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરતી હતી. પાંચ યોજનાઓનું કુલ વાર્ષિક બજેટ 45000 કરોડનું છે. પ્રજાને ભરોસો બેઠો કે ભાજપ ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરે છે અને પોતે માલેતુજાર બને છે. પીએમની ચાલ હતી કોંગ્રેસના નેતાઓને દબાવવાની અને પોતાના ઉમેદવાર જેમના ઉપર 43 ગુના છે તેઓ અમારા પ્રમુખની હત્યા કરવાની વાત કરતા હતા. આટલું થયું બાદ પણ પીએમે પોતે ઉમેદવારને રોક્યા નહિ. આ મુદ્દો પણ કર્ણાટકની પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો.
ભારત જોડો યાત્રા કર્ણાટકથી પસાર થઈ તે ભાજપે અને પીએમે જોયું હોત તો મુદ્દાઓને ખોટી રીતે દર્શાવવા ન પડત. ભાજપે જે ઉમેદવાર પસંદ કર્યા તે ગુન્હેગાર હતા, ભ્રષ્ટાચારી હતા. જે પાંચ મુદ્દા આપ્યા એના પર જનતા કેમ ભરોસો મૂકે? ભાજપએ રેવડી કર્ણાટકમાં વહેંચવા પ્રયાસ કર્યો પણ ગુજરાતમાં તેનો અમલ ન કર્યો. ભાજપની કારીગરી છે દેશના મુદ્દા ભટકાવવા માટેની. પરિણામથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.
અમે જો ધારીએ તો કોંગ્રેસના આવા પરિણામ આવી શકે તેવો ઉત્સાહ જાગ્યો છે. ગુજરાત કોંગ્રેસની સરકાર ન બનાવી તો પ્રજાએ 500 રૂપિયાનો બાટલો ગુમાવ્યો. સરકાર ન બની એટલે ખેડૂતોએ રાહત ગુમાવી. મહિલાઓએ ગુજરાત કોંગ્રેસને ન લાવીને તેમને મળનાર સહાય ગુમાવી. વિદ્યાર્થીઓને જે સહાય મળનાર હતી તે સહાય વિદ્યાર્થીઓએ ગુમાવી.