શોધખોળ કરો
Advertisement
કાંકરિયા દુર્ઘટનાઃ ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો, પરિવારનું હૈયાફાટ રૂદન
રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ 22 વર્ષીય મહમદ ઝૈદ આર મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા તળાવમાં ફરવા આવ્યો હતો.
અમદાવાદઃ કાંકરિયા તળાવમાં બાલવાટિકા પાસે બનેલી રાઇડ્સ દુર્ઘટનાના કારણે બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનાએ દાણીલીમડા રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઇનો ભોગ લીધો છે. રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
દાણીલીમડા વિસ્તારમાં ક્લીફટન ટાવરમાં મોમીન પરિવાર રહે છે. આ પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ 22 વર્ષીય મહમદ ઝૈદ આર મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા તળાવમાં ફરવા આવ્યો હતો. ઝૈદ બાલવાટીકા ગેટ નં-4 પાસે આવેલી ડિસ્કવરી રાઇડ્સમાં બેઠો હતો. જોકે, ઝૈદને ખબર ન્હોતી કે આ મજા તેના જીવનની છેલ્લી મજા હશે. ઝૈદ સહિત બાકીના 30 લોકો આ રાઇડમાં બેઠા હતા. રાઇડ શરૂ થાયાની સેકન્ડોમાં જ રાઇડ વચ્ચેથી તૂટી પડી અને તમામ 31 લોકો 60 ફૂટની ઊંચાઇએથી જમીન ઉપર પટકાયા હતા.
પરિવારના એકનો એક ભાઇ અને દીકરો ગુમાવતા મોમીન પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અને શોકની લાગણી ફેલાઇ હતી. ઝૈદના મૃતદેહને એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. અહીં પરિવારજનોના આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઇ રહ્યા અને સમગ્ર માહોલ હૃદય દ્રાવક બની ગયો હતો.
અમદાવાદઃ કાંકરિયામાં બાલવાટીકાની રાઇડ તૂટી પડતા ઘાયલ થયેલા લોકોનું આ રહ્યું લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement