Kejriwal Gujarat Vist Third Day : આજે કેજરીવાલ કરી શકે છે વધુ એક જાહેરાત, સફાઇકામદારો સાથે કરશે વાર્તાલાપ
દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ છે. ત્યારે આજે ફરી એકવાર વિધાનસભા ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરી શકે છે.
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ છે. ત્યારે આજે ફરી એકવાર વિધાનસભા ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. આજે સાંજે કેજરીવાલ સફાઈ કામદારો સાથે ટાઉનહોલ મિટીંગ કરશે. તેમજ આ સમયે જ વધુ એક વચન આપી શકે છે. સફાઇ કામદારોને લઈને કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે રિક્ષા ચાલકના ઘરે ભોજન લીધુ હતું. મુખ્યમંત્રી કેજરીવાલની સાથે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઈંદ્રનિલ રાજ્યગુરુ પણ હાજર રહ્યા હતા. રિક્ષા ચાલકના ઘરે જમ્યા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું.
ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું.
મુખ્યમંત્રી કેજરીવાલ ઘાટલોડિયા વિસ્તારમાં રીક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમ્યા હતા. તેઓ તાજ સ્કાયલાઈન હોટલથી વિક્રમ દંતાણીની રીક્ષામાં તેના ઘરે આવવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા તેમને રીક્ષામાં ન જઈ શકે તેના માટે પોલીસે અટકાવ્યા હતા. પરંતુ બાદમાં પોલીસે તેમને રિક્ષામાં જવા દિધા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી રીક્ષામાં બેઠા હતા.
શું અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફીસ પર પોલીસે કરી રેડ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તુતુ મેમે શરૂ થઈ ગયું છે. હવે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ દ્વારા અમદાવાદ ખાતે અમારી ઓફીસ પર રેડ કરી છે. આ અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, મોટા નેતાઓના કહેવાથી અમારી ઓફીસ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. આ મામલે ઈસુદાન ગઢવી ટ્વીટ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રિટ્વીટ કર્યું હતું,
આપના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી
ઈસુદાન ગઢવીએ કહ્યં કે, ગુજરાતમાં આપનો ગ્રાફ વધતા ભાજપ ગભરાયું છે. 27 વર્ષના ભાજપના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે. અમારી પેટા ઓફિસે પોલીસના જવાનો પહોંચ્યા હતા. લેપટોપ, ડેટા અને ડાયરી પોલીસે ચેક કરી. 1થી દોઢ કલાક સુધી પોલીસ અમારી ઓફિસમાં રેડ કરી. અનઓફિસિયલ રેડ હશે, કેમકે ભાજપની સ્ટાઈલ છે. અમારી ટીમે પૂછ્યું ત્યારે પોલીસનું આઇકાર્ડ પણ બતાવ્યું હતું. મનીષ સિસોદિયા અને કેજરીવાલ ઉપર રેડ કરી હતી. અરવિંદ કેજરીવાલના બેડરૂમ સુધી સીબીઆઈ પહોંચી હતી. પોલીસ કહે છે કે, કોઈ રેડ નહોતી. પોલીસને દિલ્હીથી દબાણ આવતું હશે, અમે સમજીએ છીએ. આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ આવીને રેડ કરો. રેડ કરો છો તો જાહેર કરો. અમારી અલગ અલગ જગ્યાએ ઓફિસ છે. કોઈના બાપની જાગીર નથી આ દેશ.