Arvind kejriwal Gujarat visit: નિકોલમાં આઉટસોર્સિંગ કર્મચારી સાથે કેજરીવાલનો સંવાદ, જાણો ભાજપ પર શું કર્યા પ્રહાર?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે નરોડા ચિલોડા હાઈવે પર યુવાનો સાથે સંવાદ કર્યો હતો.
અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે નરોડા ચિલોડા હાઈવે પર યુવાનો સાથે સંવાદ કર્યો હતો. અમદાવાદમાં આઉટસોર્સીસ કર્મચારી સાથે કેજરીવાલે સંવાદ યોજ્યો હતો. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, હું વિકાસની વાતો કરુ છું ને ભાજપના લોકો મને ગાળો દે છે. અરવિંદ કેજરીવાલે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલનો કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ #LIVE https://t.co/eFMLyW563R
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 25, 2022
કેજરીવાલની મોટી જાહેરાતઃ 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલે કહ્યું, યુવાઓએ રોવું નહીં, લડવું જોઈએ. ભગતસિંહે આવા ભારત માટે શહીદી નહોતી વહોરી. કોંગ્રેસ તો ભજપથી પણ ખરાબ, હવે ઓપશનની મજબૂરી નથી, રોજગાર મળશે.
ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છેઃ કેજરીવાલ
પંજાબનો એક મંત્રી કોઈની પાસે પૈસા માંગતો હતો, તેને હટાવી દેવાયો. ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.
ગુજરાતમાં ગોટાળા થાય ને ભાજપવાળા મનીષ સિસોદિયાને ત્યાં રેડ કરેઃ કેજરીવાલ
ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે. ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.