શોધખોળ કરો

Gujarat Rain: આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે,બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ

Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત 8 જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત ૮ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ

દિવસભર છૂટાછવાયા વરસાદ બાદ મોડી સાંજે ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી પટેલવાગા, ટાવર ચોક, આંબેડકર ચોક અને જૈનવાગા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત વેગા, ફરતિકુઈ, પૂડા, નડા, બોરબાર, થુવાવી અને રાજલિ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

માધવપુરના ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માધવપુરના ઘેડ વિસ્તારમાં આવેલી ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે કડછ અને મોચા ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ પૂરના પાણીમાં એક દૂધનું ટેન્કર ફસાઈ ગયું હતું, જેમાં સવાર 11 પુરુષો અને 2 મહિલાઓ જોખમમાં મુકાયા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક એનડીઆરએફ (NDRF)ની ટીમને બોલાવવામાં આવી હતી અને તમામ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. આ જ રસ્તા પર એક વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાયા હોવાના અહેવાલ છે, જેમની શોધખોળ ચાલુ છે. એનડીઆરએફની ટીમ દ્વારા બે બોટ અને 15 સભ્યોની ટીમ સાથે શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલ પૂરતો આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એનડીઆરએફની કામગીરીથી સ્થાનિક લોકો પણ ખૂબ જ ખુશ છે.

રાજસ્થાનમાં પણ જળબંબાકાર

ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સવાઈ માધોપુર, બાંરા અને કોટામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે સેવાને અસર થઈ છે. વરસાદને કારણે બાંરામાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

Embed widget