શોધખોળ કરો
Advertisement
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના રાજીનામાં બાદ MLA ગ્યાસુદ્દીન શેખે શું આપ્યું મોટું નિવદેન, જાણો વિગતો
અમદાવાદ કૉંગ્રેસના ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે.
અમદાવાદ: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કૉંગ્રેસના ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે. પક્ષ પ્રમુખ અમિત ચાવડાને મળીને તેમણે રાજીનામું આપ્યું છે.
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના રાજીનામાં બાદ MLA ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યું છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટ માંગણી કરી છે. ગ્યાસુદ્દીન શેખે કહ્યું, ગુજરાત કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાની લાગણી માનવી જોઈએ. ઇમરાન ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરવો જોઈએ. ગ્યાસુદ્દીન શેખે પરેશ ધાનાણી સાથે વાત કરી છે. ઇમરણ ખેડાવાલાની માંગણી સ્વીકારવા શેખે ધાનાણીને કહ્યું છે. બાદમાં બે લોકોએ ભરેલા ફોર્મ પાછા ખેંચાવવા જોઈએ.
ખાસ કરી ને બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તીર્મઝી અને નઝમા રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા હતા. કોંગ્રેસે બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવારો ફાઇનલ થયા પછી અન્ય બે ઉમેદવારોને મેન્ડેટ અપાતા નારાજગી સામે આવી છે તેમનો આક્ષેપ પણ રહ્યો છે કે કોઈ નેતાના દબાણમાં આવીને કરવામાં આવેલા નિર્ણયથી તે નાખુશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement