શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા-કયા વિસ્તારોમાં શરૂ થયો વરસાદ? જાણો વિગત
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા સાથે ભારે પવન શરૂ થઈ ગયો હતો.
અમદાવાદ: અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું સોમવાર બપોર બાદ નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઘટી ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો હતો.
સવારે જ અમદાવાદના બોપલ, ઘૂમા, શીલજ, શેલા, પ્રહલાદનગર, આંબાવાડી સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદમાં વિજળીના કડાકા સાથે ભારે પવન ભૂંકાવા લાગ્યા હતાં અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.
આજે સવારથી મહેસાણા અને પાટણમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે બનાસકાંઠામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બનાસકાંઠામાં પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી જિલ્લામાં છુટાછવાયાં વરસાદની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement