(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : રાકેશ મહેતા હત્યા કેસના મુખ્ય આરોપી મોન્ટુને ક્રાઈમ બ્રાંચે ઈસનપુરથી દબોચ્યો
Rakesh Mehta murder case : બુધવારે મોડી રાત્રે મોન્ટુ અને અન્ય ચાર આરોપીઓ રાકેશ મહેતાને બેઝબોલથી ફટકારી હત્યા કરી હતી.
Ahmedabad : નામદાર ક્લબના માલિક મોન્ટુ નામદારે બેઝબોલના બેટથી ફટકા મારીને ભાજપના ટોચના નેતા અને બિલ્ડર રાકેશ મહેતાની હત્યા કરી હતી. આ અંગે ખાડીયા પોલીસ સ્ટેશનમાં પવન ગાંધીએ ફરીયાદ નોંધાવી હતી. આરોપી મોન્ટુએ પિતરાઇ બહેન સાથે સમાજના વિરોધમાં લગ્ન કર્યા હોવાથી પિતરાઈ ભાઈ પવન ગાંધી સાથે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી. મૃતક રાકેશ મહેતા પવનનો મિત્ર હોઈ,રાકેશ મહેતા અને પવન ગાંધીએ મોન્ટુના પુત્રની સોપારી આપી હોવાનું મોન્ટુને શક થયો હતો.
આ અદાવતમાં બુધવારે મોડી રાત્રે મોન્ટુ અને અન્ય ચાર આરોપીઓ દારૂની મહેફિલ માણતા હતા તે વખતે વિરોધી પવનનો ખાસ રાકેશ ત્યાંથી પસાર થતો હતો ત્યારે મોન્ટુ અને અન્ય ચાર આરોપીઓએ બેઝબોલના બેટથી માર મારતા રાકેશ મહેતાનું મોત નિપજ્યું હતું.
આ કેસમાં મોન્ટુ સાથે અન્ય ચાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. ગુરૂવારે આરોપી મોન્ટુની ક્રાઈમ બ્રાંચે ઈસનપુરથી ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચ અન્ય ચાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.
રાજ્યમાં કોરોના વાયરસના 117 નવા કેસ
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સતત બે દિવસથી કોરોના વાયરસના કુલ કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 117 નવા કેસ નોંધાયા છે. આ કુલ કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 62 કોરોના કેસ આવ્યા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત આજે વડોદરા શહેરમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં આજે 20 કોરોના કેસ, સુરત શહેરમાં 9 કોરોના કેસ અને ગાંધીનગર શહેરમાં 4 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં 2, રાજકોટ શહેરમાં 3, અમરેલીમાં 2, મહેસાણામાં 2, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 2, વલસાડમાં 2, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, જામનગર શહેર અને સુરતમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.