શોધખોળ કરો

Gujarat Budget 2025: ગુજરાતના શહેરોના વિકાસ માટે બજેટમાં 30 હજાર કરોડથી વધુની કરવામાં આવી જાહેરાત

Gujarat Budget 2025: આજે ગુજરાતના સામાન્ય બજેટમાં શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ૩૦,૩૨૫ કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2025: આજે ગુજરાતના સામાન્ય બજેટમાં શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૦,૩૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણામંત્રીએ આ અંગે કહ્યું કે,  અમારી સરકાર નાગરિકોને કેન્‍દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. 

  • શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઇ ₹૮,૮૮૩ કરોડથી વધારીને ₹૧૨,૮૪૭ કરોડ કરવામાં આવી છે.
  • શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ₹૩૩૫૩ કરોડની જોગવાઇ. 
  • ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹૨૭૩૦ કરોડની જોગવાઇ. 
  • અમૃત ૨.૦ મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે ₹૧૯૫૦ કરોડની જોગવાઇ.
  • શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે ૧૫મા નાણાપંચ હેઠળ ₹૧૩૭૬ કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે ₹૧૩૫૦ કરોડની જોગવાઇ. 
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ માટે અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે ₹૧૦૦૦ કરોડની જોગવાઇ.
  • સ્વચ્છ ભારત મિશન ૨.૦ અને નિર્મળ ગુજરાત ૨.૦ જેવી યોજનાઓ સાથે “સ્વચ્છ શહેર, સુંદર શહેર” યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટીફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ₹૮૦૮ કરોડની જોગવાઇ. 
  • શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹૫૪૫ કરોડની જોગવાઇ.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રકચરના કામો માટે ₹૨૫૩ કરોડની જોગવાઇ.
  • અમદાવાદમાં SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રીંગ રોડ વિકસાવવા માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • આઇકોનિક રસ્તાઓના વિકાસ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ યોજના હેઠળ ધાર્મિક નગરોના વ્યૂહાત્મક માળખાગત વિકાસ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
  • ૧૨ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્‍ટીગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં અગ્નિશામક સેવાઓ માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય અગ્નિશામક મુખ્યાલય અને નવા મોડેલ ફાયર સ્ટેશનોની સ્થાપના માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ.
  • રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹૧૨૦ કરોડની જોગવાઇ.
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે હાલમાં ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ સાથે હવે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે સ્ટેટ ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
  • ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૭૨ કરોડની જોગવાઇ.
  • પી.એમ. ઈ-બસ યોજના હેઠળ ડેપો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹૫૬ કરોડની જોગવાઇ.
  • સેટેલાઇટ ટાઉનશીપ વિકસાવવા માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
  • વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ કન્વેન્શન સેન્ટર વિકસાવવા માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
  • શહેરી આયોજન ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે તથા સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ અને આયોજન પોર્ટલની સ્થાપના માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
  • ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ અને મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget