શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના 60થી વધુ ખ્યાતનામ તબીબોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
અમદાવાદના 60થી વધુ ખ્યાતનામ તબીબો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ઓર્થોપેડિક, પીડિયાટ્રીશિયન, ન્યુરો સર્જન, રેડીયોલોજીસ્ટ શાખાના તબીબ કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના 60થી વધુ ખ્યાતનામ તબીબો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ઓર્થોપેડિક, પીડિયાટ્રીશિયન, ન્યુરો સર્જન, રેડીયોલોજીસ્ટ શાખાના તબીબ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગાયનેક શાખાના અને સિવિલ હોસ્પિટલના CMO કક્ષાના તબીબો કોરોના પોઝિટિવ આવ્યા છે.
તમામ તબીબોના નામ સાથેની યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. સિવિલ સાથે LG હોસ્પિટલના તબીબો પણ કોરોનામાં સપડાયા છે. SVPના આર્થોસ્કોપીસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય ખાનગી ક્લિનિક ચલાવતા 7 જેટલા ફિઝિશયનના પણ નામનો ઉલ્લેખ છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના અત્યાર સુધીમાં 11097 કેસ નોંધાયા છે. જેમાંથી 4950 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 764 લોકોના મોત થયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 15195 કેસ નોંધાયા છે. જેમાંથી 7549 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 938 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion