શોધખોળ કરો
Advertisement
આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ નવરાત્રીની સાથે શરૂ થયેલો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. સમગ્ર રાજ્યમાં ફરી અષાઢી માહોલ જામ્યો છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો નવરાત્રીના તહેવારમાં ખૈલેયાઓ નિરાશ થયા છે. મહાનગરોમાં ખાનગી ગરબીના આયોજકોને મોટું નુક્શાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હજી આગામી 24 કલાક રાજ્યમાં વરસદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાવામાં વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદ પડવાની આગાહી કરી હતી.
રાજ્યમાં 24 કલાકમાં ભારેથી હળવા વરસાદની આગાહી વચ્ચે ખૈલેયાઓ માટે ખુશીના સમાચાર એ છે કે, 24 કલાક બાદ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ નબળી પડશે. જેના લીધે નવરાત્રીના પાછળના દિવસોમાં ખૈલેયા મન મુકીને નવારાત્રીની માજા માણી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement