Gujarat politics: રાજસ્થાનના સહપ્રભારી બનતા જ નીતિન પટેલે સચિન પાયલટને લઈને કર્યો મોટો ધડાકો, ચૂંટણી પહેલા નવાજૂનીના એંધાણ
Gujarat politics: દેશમાં આવનારા સમયમાં 4 જુદા જુદા રાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા નીતિન પટેલને બીજેપીએ નવી જવાબદારી સોંપી છે.
Gujarat politics: દેશમાં આવનારા સમયમાં 4 જુદા જુદા રાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા નીતિન પટેલને બીજેપીએ નવી જવાબદારી સોંપી છે. નીતિન પટેલની રાષ્ટ્રીય રાજનીતિમાં એંટ્રી થઈ છે. નીતિન પટેલને રાજસ્થાનના ચૂંટણી સહ પ્રભારી બનાવાયા છે. નોંધનીય છે કે, નીતિન પટેલને સંગઠનનો સારો એવો અનુભવ છે. નીતિન પટેલ પર કેંદ્રીય નેતૃત્વએ ફરી એક વખત વિશ્વાસ મુક્યો છે. તો આ પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે. સહપ્રભારી બનતા જ રાજસ્થાનમાં સરકાર બનાવવાનો નીતિન પટેલે દાવો કર્યો છે. તેમણે કહ્યું કેસ નરેન્દ્રભાઈના ચહેરાને આગળ રાખી રાજસ્થાનમાં સરકાર બનશે.
પટેલે વધુમાં કહ્યું કે, ભાજપ કરોડો કાર્યકરોનો પક્ષ છે. જ્યારે પણ પ્રજાકીય કામની પક્ષને જરૂર હોય ત્યારે દરેક પોતાની જવાબદારી નિભાવે છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજવવાની છે. પીએમના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષ નડ્ડાજીએ મને રાજસ્થાનના સહ પ્રભારીની જવાબદારી સોંપી છે. પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે ખૂબ સારો નાતો છે. વેપાર પરિવાર સાથે રાજસ્થાન અને ગુજરાત જોડાયેલ છે. આ ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે.
Parliamentary Affairs Minister Pralhad Joshi appointed as BJP Rajasthan election incharge
— ANI (@ANI) July 7, 2023
Former Deputy CM of Gujarat Nitin Patel appointed as co-incharge
Om Mathur appointed as Chhattisgarh election-in-charge of BJP and Mansukh Mandaviya as co-election incharge
Union… pic.twitter.com/ynhRBAuIQX
રાજસ્થાનમાં CM હોય તે જીતની વાતો કરે. આજે અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. રાજસ્થાન કોંગ્રેસમાં 2 પક્ષ ચાલે છે. અત્યારે પાર્ટી વિભાજીત છે. સચિન પાયલટ ચૂંટણી પહેલા પક્ષ છોડશે અથવા નવો પક્ષ બનાવશે.
રાજસ્થાનને રાજકિય મુદ્દા સાથે પણ લોકો જોશે. કોમન સિવિલ કોડ, રામ મંદિર સહિતના મુદ્દાઓ રાજસ્થાનના લોકો જોશે. રાષ્ટ્રના ગૌરવ અને વિકાસ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે રાજસ્થાની જનતા જાણે છે. રાજસ્થાન મહારાણા પ્રતાપનું રાજ્ય છે. ગુજરાતમાં 2014 અને 2019 માં 26- 26 સીટ અપાવી તે જ રીતે રાજસ્થાનમાં પણ અમને 25 સીટો પર વિજય અપાવ્યો. આ વખતે જંગી બહુમતીથી અમને વિજય મળશે. આજે જ પક્ષે જાહેરાત કરી છે. રાજસ્થાનમાં અમારા અનેક નેતા અને કેન્દ્રીય મંત્રી છે. તમામ નેતાઓ સાથે વિશ્લેષણ કર્યા બાદ જ હું રાજસ્થાનની સ્થિતિ અંગે વધારે કહી શકું. હિન્દી શીખવાનો પ્રશ્ન ન હોય હું તો ઘણા વર્ષોથી કેન્દ્ર સરકારની અનેક મીટીંગોમાં હાજરી આપી ચૂક્યો છું.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે,અશોક ગહેલોતને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાયલટ અને ગહેલોત વચ્ચે મતભેદો છે. નીતિન પટેલે એવો પણ મોટો દાવો કર્યો કે, સચિન પાયલટ રાજસ્થાનમાં નવી પાર્ટી બનાવશે અને ચૂંટણી પહેલા સચિન પાયલટ કોંગ્રેસ છોડશે. ગહેલોતની સરકારને ઘેર ભેગી કરવાનો નીતિન પટેલે દાવો કર્યો છે. તો બીજી તરફ મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવતા પ્રદેશ પ્રમુખ બનાવવાની અટકળોનો અંત આવ્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial