શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ છ વિસ્તારોને 'અનલોક' છતાં કોઈ રાહત નહીં, લોકડાઉનનો કડક અમલ,લોકો ઘરોમાં જ બંધ, જાણો વિગત
શહેરના ઇન્ડિયાકોલોની, અમરાઈવાડી, નારણપુરા, સાબરમતી અને મુક્તમપુરાના છ વિસ્તારોમાં કેસો હજુ આવી રહ્યા હોવાથી મુક્તિ આપવામાં આવી નથી. આ વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ ચાલું રહેશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ હવે નદીના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે 20મી જૂને અમદાવાદ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં નવા 36 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તેમજ 29 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, 6 વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.
બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના 29 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ 35 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા હતા, જેમાંથી 29 વિસ્તોરોને દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં નવા કેસો ન આવતાં તેમને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જોકે, ઇન્ડિયાકોલોની, અમરાઈવાડી, નારણપુરા, સાબરમતી અને મુક્તમપુરાના છ વિસ્તારોમાં કેસો હજુ આવી રહ્યા હોવાથી મુક્તિ આપવામાં આવી નથી. આ વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ ચાલું રહેશે. તેમજ લોકો આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે નહીં. તેની યાદી નીચે આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion