શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે શું આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર? જાણો વિગત
અમદાવાદમાં એક્ટિવ કેસો 3 હજારની અંદર 2845એ પહોંચી ગયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોનાના 3343 એક્ટિવ કેસો છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં રહેતા લોકો માટે સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 144 કેસો નોંધાયા હતા. જેની સામે 454 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અમદાવાદમાં એક્ટિવ કેસો 3 હજારની અંદર 2845એ પહોંચી ગયા છે. ગઈ કાલે અમદાવાદ ગ્રામ્યમાં 40 કેસ નોંધાયા હતા. જેની સામે 9 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, જિલ્લામાં ગઈ કાલે 184 કેસ નોંધાયા હતા. જેની સામે જિલ્લામાં 463 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદ કોર્પોરેશનની 27મી જુલાઇની અખબારી યાદી પ્રમાણે 26મી જુલાઇએ શહેરમાં કુલ એક્ટિવ કેસ 3159 હતા. ગઈ કાલે નોંધાયેલા કેસો ઉમેરતા 3303 થાય છે. જ્યારે તેમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અને મૃત્યુઆંક બાદ કરતાં હવે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક્ટિવ કેસો 2845 થઈ ગયા છે. આમ, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ફરી એકવાર એક્ટિવ કેસો 3 હજારની અંદર પહોંચી ગયા છે.
બીજા મોટા રાહતના સમાચાર અમદાવાદ માટે એ છે કે, હવે અમદાવાદ એક્ટિવ કેસોની સંખ્યામાં અત્યાર સુધી પહેલા નંબરે હતું, જે હવે બીજા નંબરે થઈ ગયું છે. હાલ, અમદાવાદમાં કોરોનાના 3343 એક્ટિવ કેસો છે. જ્યારે સુરતમાં 3512 એક્ટિવ કેસો છે. અમદાવાદ માટે અન્ય રાહતના સમાચાર એ પણ છે કે, છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion