શોધખોળ કરો
Advertisement
અમદાવાદ શહેર માટે રાહતના સમાચારઃ કોરોનાના એક્ટિવ કેસમાં ધરખમ ઘટાડો, ઝોન પ્રમાણે જાણો કેટલા છે એક્ટિવ કેસ?
અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 2760 થઈ ગઈ છે. ગઈ કાલના ૨૬૭ કેસ થઈ અત્યાર સુધી શહેરમાં કોરોનાના 12,525 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ મોટી સંખ્યામાં ઘટી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 2760 થઈ ગઈ છે. ગઈ કાલના ૨૬૭ કેસ થઈ અત્યાર સુધી શહેરમાં કોરોનાના 12,525 કેસ નોંધાયા છે. ગઈકાલે 1013 લોકો સહિત અત્યાર સુધી 8,889 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે 22 લોકો સહિત ૮૭૬ લોકોના કારણે મોત થઇ ચુક્યા છે.
કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ?
મધ્ય ઝોનમાં 329
ઉત્તર ઝોનમાં 815
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 256
પશ્ચિમ ઝોનમાં 427
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 109
પૂર્વ ઝોનમાં 418
દક્ષિણ ઝોનમાં 406
ગઈ કાલે થયેલા મોતની વાત કરીએ તો એસવીપી હોસ્પિટમાં એક મોત સહિત કુલ ૧૬૦ના મોત થયા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ૮ સહિત કુલ ૪૪૨ લોકોના મોત થયા છે. કેન્સર હોસ્પિટલમાં ત્રણ સહિત કુલ 61 લોકોના મોત થયા છે. કિડની હોસ્પિટલમાં એક મોત સહિત અત્યાર સુધી 37 લોકોના મોત થયા છે. યુ. એન. મહેતા હોસ્પિટલમાં એક મોત સહિત અત્યાર સુધી ૯ લોકોના મોત છે. તેમજ અન્ય હોસ્પિટલમાં ૮ સહિત કુલ ૧૧૩ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement